બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / મુંબઈ / અજબ ગજબ / Citrus Pay lower lever employee receives 5 million rupees when PayU acquired the company

OMG / નસીબ આને કહેવાય, થઈ એક ડીલ અને કંપનીનો પટાવાળો રાતોરાત બન્યો લાખોપતિ...!

Published By: Shalin

Last Updated: 06:32 PM, 20 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જયારે કોઈના ભાગ્યમાં લક્ષ્મી લખાયેલી હોય ત્યારે તેને કોઈ રોકી નથી શકતું. આ વાતની સાબિતી આપતી એક ઘટનામાં એક સ્ટાર્ટઅપ કંપનીમાં પટાવાળાનું કામ કરતા એક કર્મચારીને કંપની બીજા ગ્રુપ વડે ખરીદાતા કર્મચારીને 50 લાખ રૂપિયાની માતબર રકમ પ્રાપ્ત થઇ હતી.

મુંબઈ સ્થિત મોબાઇલ સ્ટાર્ટઅપ કંપની Citrus Payને ગયા વર્ષે PayU દ્વારા ખરીદી દેવામાં આવી હતી. આ ડીલના કારણે  તેના એક સ્ટાફમાં પટાવાળા સ્તરના કર્મચારીને લાખોપતિ બનાવી દીધો છે! આ કર્મચારી કંપનીની શરૂઆતથી 2010થી કંપનીની સાથે જોડાયેલો હતો.

કેવી રીતે નોકરી મળી?

કર્મચારીનું નામ કુમાર છે. જયારે કુમારના પિતાને ટીબી થયો ત્યારે કુમારે તેના ભાઈ બહેનોને સપોર્ટ કરવા સ્કૂલ છોડીને સ્થાયી નોકરી શોધવી પડી. 

કુમારનો ભાઈ મુંબઈમાં એક ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. તેમનો બોસ એક બેન્કર હતો. કુમારના ભાઈએ તેના બોસને કુમારની નોકરી માટે વિનંતી કરી. તેનો બોસ Citrus Payના સ્થાપક જીતેન્દ્ર ગુપ્તાનો મિત્ર હતો. તેની મદદથી Citrus Payના શરૂઆતના સમયમાં જ કુમારને કંપનીમાં પરચુરણ કામો કરવાની નોકરી મળી ગઈ.

કેવી રીતે લાખોપતિ બન્યો?

કુમાર મૂળ પૂર્વ ઉત્તરપ્રદેશનો વતની છે. તેણે Citrus Payમાં 8000 રૂપિયાના શરૂઆતના પગારથી નોકરી ચાલુ કરી હતી. 

કંપનીના શરૂઆતના કર્મચારી હોવાના કારણે કુમારનું employee stock ownership planમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. કુમાર આ પ્લાન સમજી શક્યો નહિ પરંતુ તેણે જાણ્યું કે આ પ્લાન વડે તેને લાંબા ગાળે ખુબ ફાયદો થઇ શકે છે. 

જયારે નેધરલેન્ડની કંપની PayUએ Citrus Payને 13 કરોડ ડોલરમાં ખરીદી લીધી ત્યારે employee stock ownership plan મુજબ 42 વર્ષીય કુમારને 50 લાખ રૂપિયા મળ્યા. 

કુમારની પત્ની માનવા તૈયાર ન હતી

કુમારે જયારે આ વાત તેની પત્નીને કહી ત્યારે તે આ વાત માનવા તૈયાર નહોતી. પરંતુ 30 નવેમ્બરે જયારે કુમારના બેન્ક એકાઉન્ટમાં 26 લાખ રૂપિયા આવ્યા ત્યારે આ વાત માન્યા વગર કોઈ છૂટકો ન હતો. 

આ રકમથી હવે કુમાર શું ખરીદશે?

કુમાર હાલ એક 100 ચોરસ ફુટની એક રૂમની ઓરડીમાં રહે છે. તે છેલ્લા 7 વર્ષથી તેના પરિવારના 10 સભ્યો સાથે શહેરના સબઅર્બન વિસ્તારની ઝુપડપટ્ટીમાં રહે છે. આ રકમ વડે પણ તે શહેરમાં તો મકાન નહિ ખરીદી શકે પણ તે મુંબઈની બહારના વિસ્તારમાં એક ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યો છે. 

તેણે પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પણ  મેળવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Citrus Pay Jitendra Gupta Pay U millionaire OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ