બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Centre Likely To Hike Dearness Allowance To 45% For Over 1 Crore Employees

મોંઘવારીની રાહત / વધી જશે સરકારી કર્મચારીઓની સેલેરી, સરકાર DA વધારાની તૈયારીમાં, જાણો કેટલું, આ નિયમથી થયું કન્ફર્મ

Hiralal

Last Updated: 02:44 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્મચારીઓનું મોઁઘવારી ભથ્થું (ડીએ) નક્કી કરનાર કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ અનુસાર, સરકાર તેના કર્મચારીઓના ડીએમાં 3 ટકાનો વધારો કરી શકે છે.

  • સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં વધારો આવી શકે 
  • કેન્દ્ર સરકાર ડીએમાં 3 ટકાનો વધારો કરી શકે, થઈ શકે 45 ટકા
  • કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સથી થયું નક્કી 

કેન્દ્ર સરકાર તેના એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (ડીએ) ત્રણ ટકા વધારીને 45 ટકા કરી શકે છે. હાલ ડીએ 42 ટકા છે. શ્રમ મંત્રાલયની શાખા એવા લેબર બ્યૂરો દ્વારા દર મહિને જાહેર કરવામાં આવતા ઔદ્યોગિક કામદારોના કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ-આઇડબલ્યુ)ના આધારે કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું નક્કી કરવામાં આવે છે. 

શિવ ગોપાલ મિશ્રાએ શું કહ્યું 
ઓલ ઈન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે, "જૂન 2023 માટે સીપીઆઇ-આઇડબ્લ્યુ 31 જુલાઇ, 2023 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું." અમે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવાની માંગ કરી રહ્યા છીએ. પરંતુ સરકાર મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરી શકે છે. તે 45 ટકા રહેવાની સંભાવના છે. નાણાં મંત્રાલયનો ખર્ચ વિભાગ તેની આવકની અસરો સાથે ડીએમાં વધારો કરવા માટેનો પ્રસ્તાવ તૈયાર કરશે અને આ દરખાસ્તને મંજૂરી માટે કેન્દ્રીય મંત્રીમંડળ સમક્ષ રજૂ કરશે. ડીએ વધારો 1 જુલાઈ 2023થી લાગુ થશે. 

હાલમાં કર્મચારીઓને મળી રહ્યું છે 42 ટકા ડીએ 
હાલમાં કેન્દ્ર સરકારના એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને 42 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. ડીએમાં છેલ્લો સુધારો 24 માર્ચ 2023ના રોજ કરાયો હતો. 

કયા નિયમથી ડીએ વધારો થયો કન્ફર્મ
હકીકતમાં શ્રમ મંત્રાલય હેઠળ આવતાં લેબર બ્યૂરો દ્વારા દર મહિને જાહેર કરવામાં આવતા ઔદ્યોગિક કામદારોના કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું નક્કી કરે છે અને તે પ્રમાણે તેનો પ્રસ્તાવ તૈયાર કરે છે અને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી માટે મોકલી આપે છે. કેબિનેટ દ્વારા મંજૂરી મળ્યાં બાદ તેનો અમલ થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ