બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Celebrated TV Star Shweta reports covid positive to be quarantined till 1 october

ટેલિવિઝન / ટીવી જગતની દિગ્ગજ અભિનેત્રી શ્વેતાને થયો કોરોના, 1 ઓક્ટોબર સુધી રહેશે ક્વૉરન્ટાઈન

Shalin

Last Updated: 10:34 PM, 23 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધવારે સવારથી અભિનેત્રી શ્વેતા તિવારી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળી રહ્યું છે. આવામાં હવે ખુદ અભિનેત્રીએ તેને કોરોના પોઝિટિવ થયાના સમાચારની પુષ્ટિ કરી છે.

શ્વેતા તિવારીએ જણાવ્યું હતું કે તેની કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને 1 ઓક્ટોબર સુધી તે ક્વોરેન્ટાઇનમાં રહેશે.

16 સપ્ટેમ્બરથી મને ખાંસી આવતી હતી: શ્વેતા

શ્વેતાએ કહ્યું, "હા, હું કોરોના પોઝિટિવ થઈ છું. 16 સપ્ટેમ્બરથી મને ખાંસી આવતી હતી. મને લાગ્યું કે મારે કોઈ રિસ્ક ન લેવું જોઈએ. તેથી મેં ટેસ્ટ કરાવ્યો. થેન્કફૂલી મારી પાસે પૂરતા રૂમ્સ છે અને મે હાલ મારી જાતને ક્વોરન્ટાઈન કરી લીધી છે. પલક પણ સોશ્યલ ડિસ્ટન્સ માટે ખૂબ જ પર્ટિક્યુલર છે. કોઈ શંકા નથી કે આ એક મુશ્કેલ સમય છે. સેટ પર પણ શૂટ કરવું ખૂબ મુશ્કેલ છે. એક સમય પર ટેન્શન બની જાય છે. આપણે આ મહામારીમાંથી ક્યારે બહાર નીકળીશું?

હું ખૂબ ગરમ પાણી પી રહી છું: શ્વેતા
 
પુત્ર રેયાંશ વિશે વાત કરતાં તેણે કહ્યું કે મેં રેયાંશને પપ્પા અભિનવ મોકલ્યો છે. આ સિવાય શ્વેતાએ કહ્યું- હું ખૂબ ગરમ પાણી પી રહી છું. હું ઘણો અભ્યાસ કરું છું. 17 સપ્ટેમ્બરના રોજ મારો ટેસ્ટ થયો પણ હવે હું ઠીક છું. મારે ઓછામાં ઓછું 1 ઓક્ટોબર સુધીમાં પોતાને લોકોથી અલગ રાખવું પડશે. મારો આગામી ટેસ્ટ 27 સપ્ટેમ્બરના રોજ થશે.

વર્કફ્રન્ટ પર, શ્વેતા આજકાલ શો મેરે પાપા કી દુલ્હનમાં જોવા મળી રહી છે. આ શોમાં તે વરુણ બડોલાની સામેના પાત્રમાં છે. શોને શરૂઆતથી જ ચાહકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Shweta Tiwari corona positive કોરોના પોઝિટિવ શ્વેતા તિવારી television
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ