ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / CCTV scan vehicle number plates new formula Ahmedabad

ઈ-ચલાણ / VIDEO: ટ્રાફિક દંડ ન ભરવા પડે તે માટે જોઇ લો અમદાવાદીઓના જુગાડ

Published By: Hiren

Last Updated: 11:27 PM, 2 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રાફિકના નવા નિયમોની શરૂઆત થઇ ચુકી છે. વાહનચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે ટ્રાફિક જવાનો ઉપરાંત ઈ-ચલાણ પણ અસ્તિત્વમાં છે. જેના પણ અમદાવાદ શહેરમાં સીસીટીવી કેમેરાનું મહાકાય નેટવર્ક પણ બીછાવવામાં આવ્યું છે. જો કે આ તમામથી બચવા માટે અમદાવાદીઓ એક નવો જ નુસખો અપનાવતા જોવા મળી રહ્યા છે.

ADVERTISEMENT

  • વાહન ચાલક પકડાઈ ના જાય એ માટે નંબર પ્લેટ સાથે ચેડા
  • મોટા શહેરોમાં ઈ-ચલાણ કરવામાં આવ્યું છે તે તમામ જગ્યા પર આ ચાલાકી
  • સીસીટીવી કેમેરાથી અને ઈ-ચલાણથી બચી રહ્યા છે

અમદાવાદ શહેરમાં વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે તે માટે સમગ્ર શહેરના વિવિધ પોઈન્ટ પર ૧૫૦૦ જેટલા ક્લોસ સર્કીટ ટેલીવિઝન એટલે કે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર ટ્રાફિક નિયમન કરાવનાર જાવનથી બચી જાય તો સીસીટીવીમાં કેદ થઇ જાય અને ટ્રાફિક નિયમન બનેલું રહે એવા આશય સાથે સીસીટીવીનું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું હતું. જો કે કેટલાક અમદાવાદીઓએ આનો પણ તોડ શોધી લીધો છે.

ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલક પકડાઈ ના જાય એ માટે નંબર પ્લેટ સાથે ચેડા કરી રહ્યા છે. જેમાં સીસીટીવી કેમેરામાં નંબર પ્લેટ કેદનાં થાય એ માટે નંબર પ્લેટનો કોઈ એક નંબર ચેકી નાખવો, સીસીટીવીને નંબર પ્લેટ આખીનાં દેખાય એ માટે અડધી નંબર પ્લેટ વાલી નાખવી સહિતના નુસખા અપનાવી રહ્યા છે. આ સિવાય વાહન જુનું થઇ ગયું હોય, નંબર આવી ગયો હોવા છતાં પણ નંબરપ્લેટ વગર જ વાહનને હંકારીને સીસીટીવી કેમેરાથી અને ઈ-ચલાણથી બચી રહ્યા છે. 

આ અમદાવાદી નુસખો નહિ પરંતુ જે પણ મોટા શહેરોમાં ઈ-ચલાણ કરવામાં આવ્યું છે તે તમામ જગ્યા પર વાહન ચાલકો આ ચાલાકી અપનાવી રહ્યા છે. જેમની સામે કાર્યવાહી માટે પોલીસે પણ તે અંગે નિયમ બનાવી લીધો છે અને કાર્યવાહી થઇ રહી છે.

ઈ-ચલાણથી બચવા માટે અમદાવાદીઓ અવનવા નુસખા અપનાવી રહ્યા છે તો સામે બાજુ પોલીસ પણ આવા ચાલકોને સબક શીખાવવા માટે આરટીઓ સહિતના મેમો પાઠવી તેમની સામે કાર્યવાહી કરી રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

CCTV scan ahmedabad gujarat ઈ-ચલાણ ગુજરાત E-challan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ