બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:37 PM, 29 June 2024
NEET કૌભાંડમાં CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં રાજ્યમાં 4 અલગ અલગ જિલ્લાઓમાં દરોડા પાડી તપાસ શરુ કરવામાં આવી છે..ગોધરા ,આણંદ અમદાવાદ, ખેડામાં CBI એ દરોડા પાડ્યા છે. NEET કૌભાંડને લઇ CBI દ્વારા તપાસ કરાઇ રહી ત્યારે આજે અલગ અલગ જગ્યાએ દરોડા પાડી તપાસ શરુ કરાઇ છે.શંકાસ્પદ સ્થળો પર દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
આજે ઝારખંડના હજારીબાગમાંથી એક પત્રકારની ધરપકડ કરી
NEET પેપર લીક મામલે CBIની જોરદાર કાર્યવાહી ચાલુ છે. તપાસ એજન્સીએ આજે ઝારખંડના હજારીબાગમાંથી એક પત્રકારની ધરપકડ કરી હતી. પત્રકારનું નામ જમાલુદ્દીન છે જે એક હિન્દી અખબાર માટે કામ કરે છે. શુક્રવારે ધરપકડ કરાયેલ ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલની મદદ કરવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ અનેવાઇસ-પ્રિન્સિપાલની ગઇકાલે ધરપકડ કરાઇ હતી
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ એહસાનુલ હક અને વાઇસ-પ્રિન્સિપાલ ઇમ્તિયાઝ આલમની કથિત પેપર લીકમાં તેમની શંકાસ્પદ ભૂમિકા માટે શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આલમને NTAના સુપરવાઈઝર અને ઓએસિસ સ્કૂલના સેન્ટર કોઓર્ડિનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સીબીઆઈ પેપર લીક મામલે જિલ્લામાંથી વધુ પાંચ લોકોની પણ પૂછપરછ કરી રહી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 5 મેના રોજ આયોજિત NEET પરીક્ષા માટે આચાર્ય હજારીબાગ જિલ્લાના નિરીક્ષક હતા.
ADVERTISEMENT
આ તરફ ગુજરાતમાં સીબીઆઈની ટીમો ગોધરા, ખેડા, અમદાવાદ, ગોધરા અને આણંદમાં સાત સ્થળોએ કેટલાક શકમંદો સામે દરોડા પાડી રહી છે. આ દરોડો ગોધરા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી અગાઉની એફઆઈઆર સાથે સંબંધિત છે

ADVERTISEMENT
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.