ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / CBDT says ITR due date not extended

ચેતજો / IT રિટર્ન ફાઇલ કરવાની આખરે આ છે અંતિમ તારીખ, CBDTએ કર્યો ખુલાસો

Published By: Dhruv

Last Updated: 03:40 PM, 30 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગની છેલ્લી તારીખને લઇ હાલમાં સોશિયલ મીડિયા પર એક ખોટો મેસેજ તેજીથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ITR ફાઇલિંગને માટે વધુ એક મહીનાનો સમય મળી ગયો છે અને હવે અંતિમ તારીખ 31 ઓગસ્ટને બદલે 30 સપ્ટેમ્બર છે. એટલું જ નહીં CBDTનો એક કથિત લેટર પણ શેર કરવામાં આવી રહ્યો છે.

ADVERTISEMENT

IT Return

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સેજ (CBDT) એ સ્પષ્ટ કર્યુ છે કે ITR ફાઇલિંગની તારીખ વધારવામાં નથી આવી. આ ખોટો મેસેજ છે. CBDTએ કરદાતાઓને અપીલ કરી છે કે નિર્ધારિત સીમા, 31 ઓગસ્ટ 2019 સુધી ITR ફાઇલ કરી લે.

IT return

CBDTએ ટ્વિટ કર્યુ છે કે, 'CBDT નાં ધ્યાને આવ્યું છે કે સોશિયલ મીડિયા પર IT રિટર્ન ફાઇલિંગ માટે સમય વધારવા મામલે એક મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે. એ સ્પષ્ટ કરવામાં આવે કે આ આદેશ સત્ય નથી. કરદાતાઓને સલાહ આપવામાં આવે છે કે 31 ઓગસ્ટ 2019 સુધી રિટર્ન દાખલ કરી લે.'

CBDTએ ખોટો લેટર પણ રજૂ કર્યો છે કે જેમાં લખવામાં આવ્યું છે કે અનેક કારણોથી કરદાતાઓને ITR ફાઇલ કરવામાં મુશ્કેલી થઇ રહી છે અને આ કારણથી ડ્યૂ ડેટને 30 સપ્ટેમ્બર 2019 સુધી વધારી દેવામાં આવી છે.

ITR

ઉલ્લેખનીય છે કે, હવે નવા નિયમો અનુસાર IT રિટર્ન જો છેલ્લી તારીખ સુધીમાં ન ભરાય તો આર્થિક દંડ પણ ભરવો પડે છે. જેથી જેઓએ રિટર્ન ભરવાનું બાકી છે તેઓ આવાં કોઈ જ ખોટા મેસેજથી ગેરમાર્ગે દોરાય નહીં પરંતુ IT રિટર્ન 31 ઓગસ્ટ સુધીમાં જરૂરથી ભરી દે.

સંકળાયેલા મુદ્દાઓ

CBDT ITR Income tax return business e-Filing ઇન્કમ ટેક્સ રિટર્ન Income Tax Return

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ