બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / અજબ ગજબ / car hits a student when students were fighting in ghaziabad

ગાઝિયાબાદ / રસ્તા વચ્ચે બાખડ્યા વિદ્યાર્થીઓ, પાછળથી ફૂલ સ્પીડમાં ગાડી આવી અને...જીવ અધ્ધર કરી દે એવો VIDEO VIRAL

Khevna

Last Updated: 09:58 AM, 22 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાઝિયાબાદમાં વિદ્યાર્થીઓનાં બે ગ્રુપ વચ્ચે રસ્તા વચ્ચે મારપીટ થઈ રહી હતી અને એવામાં જ એક કારે આવીને એક વિદ્યાર્થીને ટક્કર મારી દીધી.

  • વિદ્યાર્થીઓના બે ગ્રુપો વચ્ચે રસ્તા વચ્ચે મારપીટ 
  • એવામાં એક કારે આવીને મારી એક છાત્રને ટક્કર 
  • ગાઝિયાબાદની ઘટના 

વિદ્યાર્થીઓના બે ગ્રુપો વચ્ચે રસ્તા વચ્ચે મારપીટ 

ગાઝિયાબાદમાં બે છાત્રો વચ્ચે થયેલ ઝઘડો સામે આવ્યો છે. વીડિયોમાં હેરાન કરી મુકવાવાળી વાત તો એ છે કે છાત્રોનાં ઝઘડા વચ્ચે એક સફેદ રંગની કાર ઝડપથી આવે છે અને બંને છાત્રોને જોરદાર ટક્કર મારી દે છે. કારની ટક્કરથી છાત્ર હવામાં ઊછળી જાય છે છતાં પણ બીજો છાત્ર તેને મારવા જાય છે. 

આ ઘટના બુધવાર બપોરની ગાઝિયાબાદનાં મસૂરી ક્ષેત્રની જણાવવામાં આવી રહી  છે. શહેરનાં પ્રાઇવેટ કોલેનાં બીબીએનાં છાત્રોનાં બે ગ્રુપ વચ્ચે રસ્તા વચ્ચે મારપીટ થયાના વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કોલેજનાં છાત્રો એકબીજા સાથે મારપીટ કરી રહ્યા છે. 

એક કારે આવીને મારી એક છાત્રને ટક્કર 

જ્યારે છાત્રો ઝઘડી રહ્યા હતા, તે જ સમયે સફેદ રંગની એક ગાડી છાત્રો તરફ આગળ આવે છે. અમુક છાત્રો તેને જોઈને ભાગી જાય છે, પણ બે છાત્રો તેની લપેટમાં આવી જાય છે. કારની ટક્કર એટલી તીવ્ર હોય છે કે એક છાત્ર હવામાં ઊડી જાય જાય છે અને પછી જમીન પર આવીને પાછડાય છે. કાર ચાલક આટલા પર અટકતો નથી અને બીજા છાત્રો પર પણ કાર ચઢાવવાની કોશિશ કરે છે. જમીન પર પડેલા છાત્રને પછી બીજા ગ્રુપનાં છાત્રો મારવાનું શરૂ કરી દે છે. 

પોલીસ કરી રહી છે તપાસ 

વાયરલ થયેલો વીડિયો જ્યારે પોલીસને મળ્યો ત્યારે પોલીસ તરત જ તપાસ કરીને કાર શોધી કાઢી. કાર સીઝ કરીને ફરિયાદ પણ નોંધવામાં આવી. પોલીસનું કહેવુ છે કે એકબીજા સાથે મારપીટ કરનાર છાત્રો એક જ કોલેજના છે. સિનિયર અને જુનિયર છાત્રો વચ્ચે મારપીટ થઈ છે. અમે બંને ગ્રુપોને કસ્ટડીમાં લીધા છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ફરાર થયેલા છાત્રોની તપાસમાં પોલીસ લાગેલી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ