બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / વિશ્વ / Canada: Four persons of Indian origin appointed to Justin Trudeau’s Cabinet

કેનેડા / જસ્ટિન ટ્રુડોની કેબિનેટમાં ચાર ભારતીય મૂળના મંત્રી, જુઓ કોને કયું મંત્રાલય મળ્યું

Published By: Parth

Last Updated: 04:38 PM, 21 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડામાં ભારતીય મૂળના ચારને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.કેનેડાના વડાપ્રાધન જસ્ટિન ટ્રુડોની કેબિનેટમાં કુલ 36 મંત્રી છે જેમાં ,ચાર ભારતીયોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમને મંત્રીપદ આપવામાં આવ્યું છે તેમના નામ નવદીપ સિંહ બેઈન્સ, હરિજીત સિંહ સજ્જન, બરદિશ ચગ્ગર અને અનિતા આનંદ છે.

  • 36 મંત્રીઓની કેબીનેટમાં ચાર ભારતીય મૂળના નાગરિકોને સ્થાન 
  • હરીજીત સિંહ સજ્જન બન્યા રક્ષામંત્રી 
  • પૂર્વ ટ્રેડ મિનિસ્ટર જિમને વડાપ્રધાનનાં ખાસ પ્રતિનિધિ તરીકે રાખવામાં આવ્યા

અનિતા આનંદ પ્રથમ હિન્દુ મિનિસ્ટર 

સજ્જનને ફરીથી રક્ષામંત્રી બનાવવામાં આવ્યા છે. બેઈન્સને ઇનોવેશન ખાતું આપવામાં આવ્યું છે, જ્યારે અનિતા આનંદને પબ્લિક સર્વિસનું ખાતું સોંપવામાં આવ્યું છે. અનિતા આનંદે તે સમયે મંત્રલાય સંભાળ્યું છે જ્યારે સરકાર કરોડોના નવા ફાઈટર જેટ ખરીદવાના કામને આખરી ઓપ આપી રહી છે. 

ક્રિસ્ટીયા ફ્રીલેન્ડ સાંકેતિક રીતે  ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર જેવું કામ કરશે 

બીજી તરફ ટ્રુડોએ વિદેશ મંત્રી ક્રિસ્ટીયા ફ્રીલેન્ડને હવે સરકારના આંતરિક મામલાનો વિભાગ સોંપી દીધો છે. તેમને એક સારા મધ્યસ્થી તરીકે ઓળખવામાં આવે છે તેમનું મુખ્ય કામ અમેરિકા સાથે વાતચીત કરવાની પણ રહેશે.એક પ્રસિદ્ધ અખબારનું માનીએ તો હાલ ક્રિસ્ટીયા દેખીતી રીતે દેશની ડેપ્યુટી પ્રધાનમંત્રી તરીકે કામ કરવાનું રહેશે.

અમેરિકા સાથે સંબંધોમાં ક્રિસ્ટીયા ફ્રીલેન્ડ મહત્વની ભૂમિકા ભજવશે 

વડાપ્રધાન ટ્રુડોની પોલીસીને ઘણા દેશો દ્વારા પર્યાવરણ વિરુદ્ધ માનવામાં આવે છે. આ સિવાય આ પોલિસી ગેસ અને ઓઇલ ઇન્ડસ્ટ્રીને નુકસાન પહોંચાડે છે. એવા સમયે ફ્રીલેન્ડનો કેબિનેટમાં ખુબ સારો રોલ રહેશે.આ સિવાય પૂર્વ ટ્રેડ મિનિસ્ટર જિમને વડાપ્રધાનનાં ખાસ પ્રતિનિધિ તરીકે રાખવામાં આવ્યા છે  

સંકળાયેલા મુદ્દાઓ

INDIAN MINISTERS Justin Trudeau canada અનિતા આનંદ કેનેડા ક્રિસ્ટીયા ફ્રીલેન્ડ જસ્ટિન ટ્રુડો CANADA

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ