બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:04 PM, 9 August 2023
ADVERTISEMENT
આ ધરતી પર સૌપ્રથમ પગ મુકતાની સાથે જ બાળક મા શબ્દ બોલે છે અને માં જ તેનો સૌપ્રથમ સહારો હોય છે. પરંતુ જનેતા જ બાળકના જીવની દુશ્મન બની જાય ત્યારે કેવી કરુણતા સર્જાઈ? આવો જ એક કિસ્સો અમેરિકાના કેલિફોર્નિયામાં સામે આવ્યો છે. જ્યાં કળિયુગી માતાએ દોઢ મહિનાના બાળકને ચૂપ કરાવવા માટે દૂધની બોટલમાં દારૂ ભરી દીધો હતો. જેને પીધા બાદ બાળક નશામાં ધૂત બન્યું હતું અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની નોબત આવી હતી.

ADVERTISEMENT
અમેરિકાના કેલિફોર્નિયામાં આ ચકચારી ઘટના સામે આવી
37 વર્ષીય ઓનેસ્ટી ડે લા ટોરે નામની મહિલા પર તેના બાળકના જીવનને જોખમમાં મૂકવાનો ચકચારી આરોપ લાગી રહ્યો છે.શરમજનક ઘટનામાં માતાએ પોતાના જ બાળકને રડતો રોકવા દારૂ પીવડાવી દીધો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અમેરિકાના કેલિફોર્નિયામાં આ ચકચારી ઘટના સામે આવતા માતા સામે ચારેકોરથી ફિટકાર વરસી રહ્યો છે.
બાળક ખૂબ જ રડતું હતું
ADVERTISEMENT
સેન બર્નાર્ડિનો કાઉન્ટી શેરિફ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના શનિવારે લગભગ 12:45 વાગ્યે યુનાઇટેડ સ્ટેટ્સમાં લોસ એન્જલસથી 55 માઇલ પૂર્વમાં રિયાલ્ટો પાસે સામે આવી હતી. આરોપી મહિલા ડે લા ટોરે ગાડી ચલાવી રહી હતી. આ વેળાએ બાળક ખૂબ જ રડતું હતું.જેથી માતાનો પિત્તો ગયો હતો અને બાળકનું રડતું શાંત કરવા તેણીએ દૂધની બોટલમાં દારૂ ભરી પીવડાવી દીધો હતો. જેમાં બાળકની તબિયત બગડવા લાગતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો. જોકે સ્વાસ્થ્ય મામલે કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.