બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Politics / Calcutta High Court canceled the recruitment of 23 thousand teachers

પશ્ચિમ બંગાળ / શિક્ષક ભરતી કૌભાંડમાં મમતા સરકારને મોટો ઝટકો, હાઈકોર્ટે 23,000 શિક્ષકોની ભરતી રદ કરી

Priyakant

Last Updated: 12:51 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Teacher Recruitment Scam Latest News : હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ પેનલ દ્વારા કરવામાં આવેલી શાળા શિક્ષકની ભરતીને રદ કરી દેતાં 23000 શિક્ષકોએ તેમની નોકરી ગુમાવવી પડશે, શિક્ષકોને 12 ટકા વ્યાજ સાથે પગાર પરત કરવા આદેશ

Teacher Recruitment Scam : લોકસભા ચૂંટણી વચ્ચે પશ્ચિમ બંગાળની મમતા સરકારને શિક્ષક ભરતી કૌભાંડમાં મોટો ઝટકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે, કલકત્તા હાઈકોર્ટે સમગ્ર પેનલને અમાન્ય કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ પેનલ દ્વારા કરવામાં આવેલી શાળા શિક્ષકની ભરતીને રદ કરી દીધી છે, જેના પછી 23000 શિક્ષકોએ તેમની નોકરી ગુમાવવી પડશે.

કલકત્તા હાઈકોર્ટે 2016ની આખી જોબ પેનલને રદ કરી દીધી છે. ચુકાદો આપતી વખતે કોર્ટે ધોરણ 9 થી 12 અને જૂથ C અને D સુધીની તમામ નિમણૂંકો રદ કરી હતી જેમાં ગેરરીતિઓ જોવા મળી હતી. આ સાથે લગભગ 23 હજાર નોકરીઓ રદ કરવામાં આવી છે. આ ભરતીમાં પેનલ પર અંદાજે 5 થી 15 લાખ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાના આક્ષેપો થયા છે. કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ દેવાંશુ બસાકની બેન્ચે આ નિર્ણય આપ્યો છે.

શિક્ષકોને 12 ટકા વ્યાજ સાથે પગાર પરત કરવા આદેશ
આ ઉપરાંત કોર્ટે શિક્ષકોને આપેલો પગાર પણ પરત કરવાનો આદેશ કર્યો છે. આ લોકોને ચાર અઠવાડિયામાં 12 ટકા વ્યાજ સાથે તેમનો આખો પગાર પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ માટે કોર્ટે જિલ્લા અધિકારીઓને પૈસા વસૂલવા માટે 6 અઠવાડિયાનો સમય આપ્યો છે. હાઈકોર્ટે શાળા સેવા આયોગને ફરીથી નવી નિમણૂંકો શરૂ કરવાનો આદેશ પણ આપ્યો છે.

વધુ વાંચો : ગાઝીપુર લેન્ડફિલમાં લાગેલી આગ હજુ નથી ઓલવાઈ, કચરાના ડુંગરમાંથી નીકળી રહ્યો છે ઘાતક ગેસ

TMCના નેતા-ધારાસભ્યોની થઈ ચૂકી છે ધરપકડ
આ મામલામાં TMCના ઘણા ધારાસભ્યો અને નેતાઓ અને શિક્ષણ વિભાગના ઘણા અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. તત્કાલિન શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજીની પણ ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તપાસ દરમિયાન પાર્થ ચેટર્જીના સહયોગીઓ પાસેથી કરોડો રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. નોંધનિય છે કે, આ કૌભાંડ વર્ષ 2014નું છે. તે સમયે પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગે સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરી હતી. જેની પ્રક્રિયા વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. આ કેસમાં કૌભાંડની અનેક ફરિયાદો બહાર આવી હતી. જેમાં મેરિટ લિસ્ટમાં જે ઉમેદવારોના માર્ક્સ ઓછા હતા તે ટોપ પર હોવાનું જણાવ્યું હતું. આ સાથે એવો પણ આક્ષેપ થયો હતો કે જે, લોકોના નામ મેરિટ લિસ્ટમાં નહોતા તેમને નોકરી આપવામાં આવી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ