બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:22 PM, 17 August 2025
રજાઓ બાદ 18 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા અઠવાડિયામાં પ્રાઈમરી માર્કેટમાં તેજી જોવા મળશે. કારણ કે 8 નવા IPO ખુલવા જઈ રહ્યા છે, જેમાંથી 5 મેઇન બોર્ડ સેગમેન્ટના છે.
ADVERTISEMENT
આવનાર નવા અઠવાડિયામાં પહેલેથી ખુલ્લો કોઈ પબ્લિક ઈશ્યૂ નહીં હોય. આ ઉપરાંત આ અઠવાડિયામાં 6 કંપનીઓ શેરબજારમાં લિસ્ટ થવાની છે, જેમાંથી 2 મેઇન બોર્ડ સેગમેન્ટની છે. આવો જાણીએ નવા IPO અને લિસ્ટ થનારી કંપનીઓની માહિતી.
સ્ટુડિયો LSD IPO
ADVERTISEMENT
રૂપિયા 74.25 કરોડનો આ ઈશ્યૂ 18 ઓગસ્ટે ખુલશે અને 20 ઓગસ્ટે બંધ થશે. કંપનીની લિસ્ટિંગ NSE SME પર 25 ઓગસ્ટે થશે. પ્રાઈસ બેન્ડ 51-54 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઈઝ 2000 શેર રાખવામાં આવી છે.

ADVERTISEMENT
પટેલ રિટેલ IPO
મેઇન બોર્ડ સેગમેન્ટનો આ ઈશ્યૂ 19 ઓગસ્ટે ખુલશે. કંપની રૂપિયા 242.76 કરોડ ભેગા કરવા ઈચ્છે છે. આ ઈશ્યૂ 21 ઓગસ્ટે બંધ થશે. શેરની લિસ્ટિંગ BSE અને NSE પર 26 ઓગસ્ટે થઈ શકે છે. IPO માટે પ્રાઈસ બેન્ડ 237-255 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઈઝ 58 શેર છે.
ADVERTISEMENT
વિક્રમ સોલર IPO
આ પણ મેઇનબોર્ડ સેગમેન્ટનો ઈશ્યૂ છે, જેની સાઈઝ 2079.37 કરોડ રૂપિયા છે. તેનું ઓપનિંગ 19 ઓગસ્ટે અને ક્લોઝિંગ 21 ઓગસ્ટે થશે. IPO માટે ભાવ 315-332 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઈઝ 45 શેર રાખવામાં આવ્યા છે. કંપનીના શેર BSE, NSE પર 26 ઓગસ્ટે લિસ્ટ થઈ શકે છે.
ADVERTISEMENT

જેમ એરોમેટિક્સ IPO
ADVERTISEMENT
આ પણ મેઇનબોર્ડ સેગમેન્ટનો ઈશ્યૂ છે, જે 19 ઓગસ્ટે ખુલશે. તેની પ્રાઈસ બેન્ડ 309-325 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઈઝ 46 શેર છે. કંપની 451.25 કરોડ રૂપિયા જોડવા માંગે છે. આ ઈશ્યૂ 21 ઓગસ્ટે બંધ થશે અને લિસ્ટિંગ BSE, NSE પર 26 ઓગસ્ટે થઈ શકે છે.
શ્રીજી શિપિંગ ગ્લોબલ IPO
410.71 કરોડ રૂપિયાનો આ ઈશ્યૂ પણ 19 ઓગસ્ટે ખુલશે અને 21 ઓગસ્ટે બંધ થશે. કંપનીના શેર BSE, NSE પર 26 ઓગસ્ટે લિસ્ટ થઈ શકે છે. આ ઈશ્યૂ માટે પ્રાઈસ બેન્ડ 240-252 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઈઝ 58 શેર છે.

LGT બિઝનેસ કનેક્શન્સ IPO
28.09 કરોડ રૂપિયાનો આ ઈશ્યૂ 19 ઓગસ્ટે ખુલશે અને 21 ઓગસ્ટે બંધ થશે. IPO પ્રાઈસ 107 રૂપિયા પ્રતિ શેર છે અને લોટ સાઈઝ 1200 શેર છે. કંપનીના શેર BSE SME પર 26 ઓગસ્ટે લિસ્ટ થવાની શક્યતા છે.
મંગલ ઇલેક્ટ્રિકલ IPO
આ IPO 20 ઓગસ્ટે ખુલશે. તેની પ્રાઈસ બેન્ડ 533-561 રૂપિયા પ્રતિ શેર છે અને લોટ સાઈઝ 26 શેર છે. ઈશ્યૂ 22 ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે. કંપની 400 કરોડ રૂપિયા જમા કરવાની યોજના ધરાવે છે. શેરોની લિસ્ટિંગ BSE, NSE પર 28 ઓગસ્ટે થવાની છે.
ક્લાસિક ઇલેક્ટ્રોડ્સ IPO
41.51 કરોડ રૂપિયાનો આ ઈશ્યૂ 22 ઓગસ્ટે ખુલશે અને 26 ઓગસ્ટે બંધ થશે. તેની પ્રાઈસ બેન્ડ 82-87 રૂપિયા પ્રતિ શેર છે અને લોટ સાઈઝ 1600 શેર છે. લિસ્ટિંગ NSE SME પર 29 ઓગસ્ટે થવાની શક્યતા છે.
આરએસબી રિટેલ ઇન્ડિયા
આ કંપનીએ IPO માટે ડ્રાફ્ટ ફાઈલ કર્યો છે. કંપની 1500 કરોડ રૂપિયા ભેગા કરવા પર નજર રાખી રહી છે.
આ કંપનીઓના શેર થશે લિસ્ટ
આવનાર નવા અઠવાડિયામાં 18 ઓગસ્ટે NSE SME પર Medistep Healthcare અને ANB Metal Cast ના શેર લિસ્ટ થશે. 19 ઓગસ્ટે મેઇનબોર્ડ સેગમેન્ટમાં BSE, NSE પર BlueStone Jewellery નું લિસ્ટિંગ થશે. આ જ દિવસે BSE SME પર Icodex Publishing Solutionsનું લિસ્ટિંગ થવાની શક્યતા છે.
વધુ વાંચો: સોમવારે દાવ લગાવી દેજો! આ કંપની એક શેર પર આપી રહી છે 1000 ટકા ડિવિડન્ડ
તે પછી 20 ઓગસ્ટે મેઇન બોર્ડ સેગમેન્ટમાં BSE, NSE પર Regaal Resources લિસ્ટ થશે. આ જ દિવસે NSE SME પર Mahendra Realtors ના શેર માર્કેટમાં એન્ટ્રી કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.