બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Upcoming IPO આ અઠવાડીયું શેરબજાર વાળા માટે સૌથી લાભદાયી, આવી રહ્યા છે મજબુત આઇપીઓ

ફાયદાની વાત / Upcoming IPO આ અઠવાડીયું શેરબજાર વાળા માટે સૌથી લાભદાયી, આવી રહ્યા છે મજબુત આઇપીઓ

Chintan Chavda

Last Updated: 06:33 PM, 7 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Upcoming IPO: IPOમાં ઇન્વેસ્ટ કરવામાં રસ ધરાવતા ઇન્વેસ્ટરો માટે આ અઠવાડિયું રસપ્રદ રહેવાનું છે. આ અઠવાડિયે કુલ 6 કંપનીઓ શેરબજારમાં તેમના ઇશ્યૂ લાવી રહી છે, જેમાં એક મુખ્ય બોર્ડ અને પાંચ SME IPOનો સમાવેશ થાય છે.

આ અઠવાડિયે શેરબજારમાં હલચલ મચી શકે છે, કારણ કે કુલ 6 કંપનીઓ તેમના IPO લાવી રહી છે. આમાં એક મેઈનબોર્ડ IPO અને પાંચ SME IPOનો સામેલ છે. આ કંપનીઓ ફૂડ સર્વિસ, ફાર્મા અને પાવર સોલ્યુશન્સ જેવા વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત છે. IPOમાં ઇન્વેસ્ટ કરવામાં રસ ધરાવતા રોકાણકારો માટે આ એક સારી તક હોઈ શકે છે. ચાલો આ અઠવાડિયાના મુખ્ય IPO વિશે વિગતવાર જાણીએ.

IPO-New-Logo

Travel Food Services IPO – 2,000 કરોડની મોટી ઓફર

મુંબઈની ટ્રાવેલ ફૂડ સર્વિસીસ લિમિટેડ ભારત અને મલેશિયાના એરપોર્ટ પર ક્વિક-સર્વિસ રેસ્ટોરન્ટ્સ અને લાઉન્જ ચલાવે છે. કંપનીનો 2,000 કરોડ રૂપિયાનો મેનબોર્ડ IPO 7 જુલાઈથી 9 જુલાઈ સુધી ખુલ્લો રહેશે. તેનો પ્રાઇસ બેન્ડ 1,045 થી 1,100 રૂપિયા પ્રતિ શેર છે અને ઇન્વેસ્ટરોએ ઓછામાં ઓછા 13 શેર માટે અરજી કરવાની રહેશે. કોટક મહિન્દ્રા, ICICI Securities, HSBC અને B&K Securities આ IPO માટે બુક-રનિંગ લીડ મેનેજર છે. લિસ્ટિંગ 14 જુલાઈના રોજ NSE અને BSE પર થશે.

SME IPO: આ અઠવાડિયે પાંચ SME કંપની પણ IPO લઈને આવી રહી છે.

GLEN Industries

GLEN Industries ઇશ્યૂ 8 જુલાઈએ ખુલશે અને 10 જુલાઈએ બંધ થશે. કંપની 63.02 કરોડ રૂપિયા ભેગા કરશે અને પ્રાઇસ બેન્ડ 92 થી 97 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. ઓછામાં ઓછા 4,800 શેર માટે અરજી કરવાની રહેશે.

Chemkart India

Chemkart Indiaનો IPO 7 જુલાઈએ ખુલશે અને 9 જુલાઈએ બંધ થશે. કંપની 80.08 કરોડ રૂપિયા ભેગા કરશે, જેમાંથી 64.48 કરોડ રૂપિયા ફ્રેશ ઈશ્યુ અને 15.60 કરોડ રૂપિયાનો OFS હશે. કિંમત 236 થી 248 રૂપિયાની વચ્ચે છે અને લોટ સાઈઝ 2,400 શેર છે.

app promo2

Smarten Power Systems

આ કંપની 7 થી 9 જુલાઈ વચ્ચે 50.01 કરોડનો IPO લોન્ચ કરી રહી છે. શેરની કિંમત 100 રૂપિયા છે અને લોટ સાઈઝ 2,400 શેર છે.

CFF Fluid Control

આનો IPO 9 થી 11 જુલાઈ સુધી ખુલ્લો રહેશે અને કંપની ₹87.75 કરોડ ભેગા કરશે. શેરની કિંમત 585 રૂપિયા છે અને લોટ સાઈઝ 400 શેર હશે.

આ પણ વાંચો:તમને કરોડપતિ બનાવશે આ શેર! જે સતત સ્પર્શી રહ્યો છે અપર સર્કિટને, એક સમયે હતો 50થી પણ ઓછો ભાવ!

Asston Pharmaceuticals

આ IPO 27.41 કરોડનો છે, જે 9 જુલાઈથી 11 જુલાઈ સુધી ખુલ્યો છે. પ્રાઇસ બેન્ડ ₹115 થી ₹123 છે અને લોટ સાઈઝ 2,000 શેર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPO Business Tips Stock Market
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ