બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / આઈસ્ક્રીમ બનાવતી કંપનીના ઈન્વેસ્ટર્સ માલામાલ, એક લાખના બનાવી દીધા 15000000 રૂપિયા

બિઝનેસ / આઈસ્ક્રીમ બનાવતી કંપનીના ઈન્વેસ્ટર્સ માલામાલ, એક લાખના બનાવી દીધા 15000000 રૂપિયા

Published By: Pravin Joshi

Last Updated: 03:52 AM, 26 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

20 વર્ષ પહેલાં આઈસ્ક્રીમ કંપની વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં રોકાણ કરાયેલા 1 લાખ રૂપિયા હવે 1.5 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના થઈ ગયા છે. છેલ્લા 20 વર્ષમાં કંપનીના શેર શેરધારકોને 15,000 % થી વધુ વળતર આપ્યું છે.

આઇસ્ક્રીમ માટે જાણીતી કંપની વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં છેલ્લા બે દાયકામાં રોકાણ કરનારા લોકોને અણધારી કમાણી થઈ છે. 2005માં જો કોઈએ વાડીલાલમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની કિંમત 1.5 કરોડથી વધુ થઈ ગઈ છે.

stock-market-simpl1-1

20 વર્ષમાં 15,900% રિટર્ન

23 સપ્ટેમ્બર 2005ના રોજ વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝનો શેર ભાવ ₹34.85 હતો. 25 સપ્ટેમ્બર 2025 સુધીમાં આ શેર ₹5589.80 સુધી ચડી ગયો છે. એટલે કે 20 વર્ષમાં કંપનીએ શેરહોલ્ડરોને 15,900%થી વધુ રિટર્ન આપ્યું છે. જો કોઈએ 2005માં 1 લાખ રૂપિયામાં શેર ખરીદ્યા હોત અને તેને આજ સુધી પકડી રાખ્યા હોત તો આ રોકાણની કિંમત આજે લગભગ 1.6 કરોડ રૂપિયા થઈ ગઈ હોત.

stock-market-simple

છેલ્લા 5 વર્ષમાં પણ જબરદસ્ત કમાણી

પાછલા પાંચ વર્ષમાં પણ વાડીલાલના શેરોમાં ભારે ઉછાળો આવ્યો છે. 2020માં આ શેર ₹779.05 પર હતો, જ્યારે 2025માં તે ₹5589.80 સુધી પહોંચ્યો છે. એટલે કે માત્ર 5 વર્ષમાં 600%થી વધુની વૃદ્ધિ થઈ છે.

  • 52 અઠવાડિયાનું હાઈ : ₹7398.95
  • 52 અઠવાડિયાનું લો : ₹3411.25

હાલમાં કંપનીમાં પ્રમોટર્સની હિસ્સેદારી 64.73% છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 35.27% છે.

આ પણ વાંચોઃ બિઝનેસ / શેરબજારમાં રોકાણકારોના દાંડિયા ડૂલ, થોડી મિનિટોમાં જ 400000 કરોડ રૂપિયા સ્વાહા

વાડીલાલ માત્ર આઇસક્રીમ જ નહીં પરંતુ ફ્રોઝન ફૂડના બિઝનેસમાં પણ સતત પોતાની પકડ મજબૂત કરી રહી છે. આ જ કારણ છે કે લાંબા ગાળાના રોકાણકારો માટે કંપની સાચી મલ્ટિબેગર સાબિત થઈ છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

StockMarket VadilalIndustries shares

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ