બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / રોકનારા રડશે! દિગ્ગજ બેન્કના શેર તળિયે પહોંચ્યા, ભાવમાં 7 ટકાનો જંગી ઘટાડો

કડાકો / રોકનારા રડશે! દિગ્ગજ બેન્કના શેર તળિયે પહોંચ્યા, ભાવમાં 7 ટકાનો જંગી ઘટાડો

Published By: Jay Bhatt

Last Updated: 01:30 PM, 18 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે 18 જુલાઈના રોજ ભારતીય શેરબજારોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામો, વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી અને વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેતોએ રોકાણકારોની ચિંતા વધારી દીધી છે. ત્યારે આજે દિગ્ગજ બેન્કનો શેર પણ તળિયે પહોંચ્યો હતો. ભાવમાં મોટો કડાકો બોલી ગયો હતો.

Business: ભારતીય શેરબજારોમાં આજે જબરદસ્ત વેચવાલી જોવા મળી હતી. સેનસેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો જોવા મળ્યા હતા. ટ્રેડિંગ દરમિયાન સૌથી મોટો ઘટાડો બેંકિંગ, નાણાકીય, ઔદ્યોગિક અને મૂડી માલ કંપનીઓના શેરમાં જોવા મળ્યો હતો.

લગભગ 7 ટકાનો ઘટાડો થયો

આજે સેન્સેક્સ 540 પોઈન્ટ જ્યારે નિફ્ટી 150 પોઈન્ટ નીચે ટ્રેડ કરી રહ્યો છે. આ દરમિયાન, એક બેંકિંગ શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. લાર્જ કેપ શેરમાં લગભગ 7 ટકાનો ઘટાડો થયો હતો. ગઈકાલે સાંજે આવેલા એક્સિસ બેંકના નબળા પરિણામો પછી આ ઘટાડો થયો છે.

શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો

એક્સિસ બેંકના ગ્લોબલ ડિપોઝિટરી રિસિપ્ટ્સ (GDR)માં ભારે ભરખમ ઘટાડાને કારણે તેના શેરના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક્સપર્ટ માને છે કે લોનનો ખર્ચ ઊંચો હતો અને સ્લિપેજ પણ ઊંચો હતો. બેંકનો ચોખ્ખો નફો અપેક્ષા કરતા 10 ટકા ઓછો હતો. IIFL માને છે કે એક્સિસ બેંક દ્વારા NPA ઓળખ નીતિને કડક બનાવવાના પરિણામે કુલ સ્લિપેજ (2.1 ટકાની સરખામણીમાં 3.2 ટકા), લોન ખર્ચ (1.2 ટકાની સરખામણીમાં 1.5 ટકા), કુલ NPA વૃદ્ધિ ત્રિમાસિક ગાળામાં 29 બેસિસ પોઈન્ટ અને NIM અસર 1 બેસિસ પોઈન્ટમાં વધારો થયો છે.

એક્સિસ બેંકના શેર લક્ષ્યમાં ઘટાડો

IIFLએ જણાવ્યું છે કે, એક્સિસ બેંક FY27ના અંદાજિત P/Bના 1.4 ગણા પર ટ્રેડ કરી રહી છે, જે સમક્ષ બેંકોની તુલનામાં 40 ટકા ઓછી છે. નબળા ત્રિમાસિક પરિણામોને કારણે હાલમાં સારા પ્રદર્શનની અપેક્ષા રાખવી મુશ્કેલ છે. બ્રોકરેજે EPSમાં 4 થી 8 ટકાનો ઘટાડો કર્યો છે અને ટાર્ગેટ રૂ. 1370થી ઘટાડીને રૂ. 1280 કરી દીધું છે. શુક્રવારે એક્સિસ બેંકના શેર 4 ટકા ઘટીને રૂ. 1113.50 પર ટ્રેડ થઈ રહ્યા છે. એક મહિનામાં શેર લગભગ 9 ટકા ઘટ્યો છે. એક વર્ષમાં તે 14 ટકાથી વધુ ઘટ્યો છે. 3 વર્ષમાં આ શેરે 66 ટકા વળતર આપ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Stock Market Business Axis Bank Share Crash

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ