બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / business opportunity start biscuit making business in 1lakh rupees and get 40k per month

કમાણી / આ બિઝનેસ કરશો તો ક્યારેય પૈસાની તંગી નહીં આવે, દર મહિને 40,000ની કમાણી થશે અને સરકાર પણ મદદ કરશે

Published By: Noor

Last Updated: 08:39 AM, 25 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ઓછાં રોકાણમાં કોઈ સારો બિઝનેસ કરીને દર મહિને હજારો રૂપિયાની કમાણી કરવા માંગતા હોવ તો આજે અમે તમને ખાસ બિઝનેસ વિશે જણાવી રહ્યાં છે.

  • નોકરી ન કરવી હોય તો સરકારની મદદથી આ ધંધો શરૂ કરી દો
  • દર મહિને થશે 40,000 રૂપિયાની આવક
  • બેરોજગાર લોકો માટે સારી તક છે

આ બિઝનેસ તમે ઓછા પૈસામાં શરુ કરી વધુ ફાયદો કમાઈ શકો છો. બિસ્કિટ એક એવી વસ્તુ છે કે જેની હમેશા ડિમાન્ડ રહે છે. તેની ડિમાન્ડમાં ક્યારેય પણ કમી આવતી નથી. લોકડાઉન દરમિયાન જયારે તમામ ઉદ્યોગ ખરાબ રીતે પ્રભાવિત થયા એ સમયે પાર્લે જી બિસ્કિટનું એટલું વધુ વેચાણ થયું કે છેલ્લાં 82 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. એવામાં બેકરી પ્રોડક્ટ બનાવવા માટે યુનિટ લગાવવું સારો વિકલ્પ છે.

જો તમે બેકરી ઇન્ડસ્ટ્રીમાં બિઝનેસ કરવા માંગો છો તો તેના માટે મોદી સરકાર મદદ કરી રહી છે. મુદ્રા સ્કીમ હેઠળ બિઝનેસ શરુ કરવા માટે તમારે માત્ર એક લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. કુલ ખર્ચના 80 ટકા સુધી ફંડની મદદ સરકાર તરફથી મળશે. એના માટે સરકારે પોતે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે. સરકારે જે બિઝનેસનું સ્ટ્રક્ચરિંગ કર્યું છે, એ રીતે તમારા તમામ ખર્ચ કપાયા પછી દર મહિને 40 હજાર રૂપિયાથી વધુનો ફાયદો થઇ શકશે.

કેટલો ખર્ચ આવશે 

પ્રોજેક્ટ માટે કુલ ખર્ચ 5.36 લાખ રૂપિયા આવશે. જેમાં તમારી પાસેથી માત્ર 1 લાખ રૂપિયા લગાવવા પડશે. મુદ્રા સ્કીમ હેઠળ તમારું સિલેક્શન થાય છે. બેંકમાંથી ટર્મ લોન 2.87 લાખ રૂપિયા અને વર્કિંગ કેપિટલ લોન 1.49 લાખ રૂપિયા મળી જશે. પ્રોજેક્ટ હેઠળ તમારી પાસે 500 વર્ગફૂટ સુધી પોતાની જગ્યા હોવી જોઈએ. જો નથી તો રેન્ટ પર લઇ પ્રોજેક્ટ ફાઈલ સાથે બતાવવો પડશે.

કેટલો ફાયદો થશે 

સરકાર જે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરે છે, એ રીતે 5.36 લાખ રૂપિયામાં કુલ વાર્ષિક ઉત્પાદન અને તેના વેચાણનું અનુમાન આ રીતે લગાવી શકાય છે.

4.26 લાખ રૂપિયા : આખા વર્ષ માટે કોસ્ટ ઓફ પ્રોડક્શન
20.38 લાખ રૂપિયા : આખા વર્ષમાં એટલા પ્રોડક્ટ બની જશે કે તેના વેચાણ પર 22.38 લાખ રૂપિયા મળશે. તમને જણાવી દઈએ કે બેકરી પ્રોડક્ટની વેચાણ કિંમત માર્કેટમાં મળતી અન્ય આઈટ્મસના રેટના આધાર પર થોડી ઓછી કરીને નક્કી કરવામાં આવ્યા છે.
6.12 લાખ રૂપિયા : ગ્રોસ ઓપરેટિંગ પ્રોફિટ
70 હજાર : એડમિનિસ્ટ્રેશન અને સેલ્સ પર ખર્ચ
60 હજાર : બેન્કના લોનનું વ્યાજ
60 હજાર : અન્ય ખર્ચ
નેટ પ્રોફિટ : 4.2 લાખ રૂપિયા વાર્ષિક

મુદ્રા સ્કીમમાં એપ્લાય કરો 

તેના માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ તમે કોઈ પણ બેન્કમાં એપ્લાય કરી શકે છે. એના માટે તમારે એક ફોર્મ ભરવું પડશે. જેમાં નામ, સરનામું, બિઝનેસ એડ્રેસ, એજ્યુકેશન, હાલની ઈન્ક્મ અને કેટલી લોન જોઈએ એ ડિટેલ્સ આપવી પડશે. આમાં કોઈપણ પ્રોસેસિંગ ફી અને ગેરંટી ફી આપવી નહીં પડે. લોન એમાઉન્ટ 5 વર્ષમાં પાછું આપી શકાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Opportunity biscuit making business business Income

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ