ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / business opportunities start onion paste manufacturing with low investment earn lakh money monthly
ADVERTISEMENT
ADVERTISEMENT
ડુંગળીની વધતી જતી કિંમતો વચ્ચે તમે ડુંગળીની પેસ્ટનો બિઝનેસ કરી શકો છો. બજારમાં વધતી માંગને જોતા ડુંગળીની પેસ્ટ બનાવવાનો બિઝનેસ તમને સારો નફો કરાવી શકે છે. આની ટેક્નિક સરળ હોવાને કારણે કોઈપણ તેની યૂનિટ લગાવી શકે છે અને સારી કમાણી કરી શકે છે.
જાણો કેટલો ખર્ચ થશે?
ADVERTISEMENT
ખાદી ગ્રામોદ્યોગ આયોગ (KVIC)એ ડુંગળીની પેસ્ટ બનાવવાના વ્યવસાય પર એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે. જે મુજબ આ બિઝનેસ 4.19 લાખ રૂપિયામાં શરૂ કરી શકાય છે. જો તમારી પાસે બિઝનેસ શરૂ કરવા માટે પૈસા નથી, તો તમે સરકારની મુદ્રા સ્કીમમાંથી લોન લઈ શકો છો.

ADVERTISEMENT
KVICના રિપોર્ટ અનુસાર, ડુંગળીની પેસ્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપનાનો કુલ ખર્ચ 4,19,000 રૂપિયા છે. આમાં 1 લાખ રૂપિયા બિલ્ડિંગ શેડના બાંધકામ પર અને 1.75 લાખ રૂપિયા સાધનો (ફ્રાઈંગ પેન, ઓટોક્લેવ સ્ટીમ કૂકર, ડીઝલ ભઠ્ઠી, સ્ટરલાઈઝેશન ટાંકી, નાના વાસણો, મગ, કપ વગેરે) પરખર્ચ થશે. આ ઉપરાંત બિઝનેસ ચલાવવા માટે 2.75 રૂપિયાની જરૂર પડશે. આ યૂનિટ દ્વારા એક વર્ષમાં લગભગ 193 ક્વિન્ટલ ડુંગળીની પેસ્ટનું ઉત્પાદન કરી શકાય છે. 3,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પ્રમાણે તેની કિંમત 5.79 લાખ રૂપિયા થશે.
આ રીતે માર્કેટિંગ કરો
ADVERTISEMENT
ડુંગળીની પેસ્ટ તૈયાર થયા પછી તેને સારી રીતે પેક કરો. આજકાલ પ્રોડક્ટ ડિઝાઇનર પેકિંગ પર વેચાય છે. તમે તેના વેચાણ માટે માર્કેટિંગની મદદ લઈ શકો છો. આ માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી શકાય છે. આ સિવાય જો તમારી પાસે બજેટ હોય તો તમે કંપનીની વેબસાઈટ બનાવીને તમારી પ્રોડક્ટનો પ્રચાર કરી શકો છો.
જાણો તમે કેટલી કમાણી થશે
ADVERTISEMENT
રિપોર્ટ અનુસાર, જો તમે પૂરી ક્ષમતા સાથે ડુંગળીની પેસ્ટનું ઉત્પાદન કરો છો, તો તમે એક વર્ષમાં 7.50 લાખ રૂપિયાનું વેચાણ કરી શકો છો. જો આમાંથી તમામ ખર્ચને બાદ કરવામાં આવે તો કુલ સરપ્લસ 1.75 લાખ રૂપિયા થશે. સાથે જ અંદાજિત નફો 1.48 લાખ રૂપિયા હોઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ