બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Budget / Budget 2026-27 / બજેટમાં ખાલી એક એલાન અને ધરાશાયી થઈ ગયું શેરબજાર, સેન્સેક્સ 2000 પોઈન્ટ તૂટ્યો
Last Updated: 01:25 PM, 1 February 2026
Union Budget 2026 Stock Market: બજેટમાં માત્ર એક જ જાહેરાતના લીધે શેર માર્કેટમાં મોટો ઘટાડો નોંધાયો છે. સરકારે ફરી એકવાર ટ્રાન્ઝેક્શન ટેકસમાં વધારો કર્યો છે. સરકારે F & O અંતર્ગત STT રેટ્સને વધારી દીધો છે. બજેટમાં F & O અંતગર્ત STT ને વધારવામાં આવ્યો છે. છેલ્લા બજેટમાં પણ તેમાં વધારો કરવામાં આવ્યો હતો. આ વખતે 0.1 % થી વધારીને 0.15% કરી દેવામાં આવ્યું છે. આ જાહેરાત પછી શેર બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
ADVERTISEMENT
બજેટનું એલાન થતા જ શેર માર્કેટમાં હાહાકાર
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 1, 2026
સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો#Budget2026 #UnionBudget #unionbudget2026 #NirmalaSitharaman #India #businessnewslive #IndiaBudget #Parliament #BudgetNews #Economy #TaxSlab #FinanceNews #GujaratiNews #યુનિયનબજેટ #યુનિયનબજેટ2026 #બજેટ… pic.twitter.com/BoraQjh2JN
સેન્સેક્સમાં 2000 પોઇન્ટ્સનો ઘટાડો નોંધાયો છે જ્યારે નિફ્ટીમાં પણ 700 પોઇન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો છે. કેપિટલ સેક્ટરમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે. BSE, Grow જેવા શેરમાં હાહાકાર જોવા મળી રહ્યો છે. ટો બીજી તરફ વેદાંતા, હિન્દુસ્તાન ઝીંક અને હિન્દુસ્તાન કોપરમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી 24800 નીચે જ્યારે સેન્સેક્સ 80500 ની નીચે કારોબાર કરી રહયો છે.
ADVERTISEMENT
UNION BUDGET 2026 બજેટ રજૂ થતાં ભારતીય શેર બજારમાં મોટા કડાકો | VTV Digital#StockMarketCrash #IndianStockMarket #Sensex #Nifty #MarketFall #VTVDigital pic.twitter.com/LPqb8IyiLV
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 1, 2026
બજેટને લગતી તમામ અપડેટ Live જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.
ADVERTISEMENT
https://www.youtube.com/watch?v=nvaV2v4uMlg
BSE ના ટોપ 30 શેરમાઠી માત્ર 3 જ શેરમાં તેજી છે જ્યારે 27 શેરમાં ઘટાડો નોંધાયો છે. સન ફાર્મા, TCS અને Kotak Mahindra ને છોડીને બધા શેરમાં લાહભાગ 8% સુધીનો ઘટાડો નોંધાયો છે. Auto, Pharma અને FMCG, Bank સેક્ટર સહિત તમામ સેક્ટર્સમાં ઘટાડો નોંધાયો છે . PSU બેન્ક જેવા સેક્ટરમાં પણ દબાવ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
શેરબજારમાં એસેટ ખરીદવા કે વેચવા પર ટ્રાન્ઝેક્શન ટેકસ લાગે છે તેને STT કહેવાય છે. ફરી એકવાર STT માં વધારો કરવામાં આવ્યો છે અને લાસ્ટ ટાઈમ પણ તેમાં વધારો કરવામાં આવ્યો હતો. આ વખતે F&O માં કોઈ પણ પ્રીમિયમ ખરીદવા કે વેચવાને લઈને STT વધારવામાં આવ્યું છે.
ADVERTISEMENT
બજેટમાં શેર બજારને લઈને ખાસ જાહેરાત કરવામાં આવી છે. હવે PIO ને ભારતીય શેર બજારમાં રોકાણ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. એટલે કે જે વ્યક્તિ ભારતીય છે પણ વિદેશમાં રહે છે તે પણ હવે ભારતના બજારમાં રોકાણ કરી શકે છે. આ મોટી જાહેરાત પછી હવે વિદેશી રોકાણકરોનું ભારતમાં આવવું નક્કી માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT

બજાર ખૂલતાંની સાથે જ Hidustan Zincના શેરમાં 10%, Hindustan Copper ના શેરમાં 18% થી વધારે ઘટાડો છે. Hindustan Aluminium માં લગભગ 5% અને Hindalco ના શેરમાં 7% નો ઘટાડો નોંધવામાં આવ્યો છે. જો કે defense stock માં ભારે ખરીદી જોવા મળી છે. BEL, Data Pattern જેવા શરમાં લગભગ 2% ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે. મેટલ સ્ટોક્સમાં પણ રિકવરી આવી છે અને તે ગ્રીન ઝોનમાં ટ્રેડ કરતું નકર આવી રહ્યું છે.
(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.