બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Budget / Budget 2026-27 / ટેક્સપેયર્સ માટે મોટી ખુશખબર, ઈન્કમ ટેક્સના મોરચે નાણા મંત્રીએ આપી રાહત

કેન્દ્રીય બજેટ 2026 / ટેક્સપેયર્સ માટે મોટી ખુશખબર, ઈન્કમ ટેક્સના મોરચે નાણા મંત્રીએ આપી રાહત

Published By: Priyankka Triveddi

Last Updated: 01:31 PM, 1 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Union Budget 2026: આજે 1 ફેબ્રુઆરીને રવિવારના રોજ નાણાંમંત્રી નિર્મલા સીતારમણ 9 મું કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટથી એક બાજુ ટેકસ પેયર્સને લાભ થવાની આશા છે તો બીજી બાજુ મિડલ ક્લાસથી લઈને ગામડા અને ખેડૂતોની નજર પણ આજના બજેટ પર ટકેલી છે. આ બજેટ એવા સમયે રજુ થઈ રહયું છે જ્યારે એક બાજુ દેશમાં ઘરેલુ માંગ મજબૂત થઈ રહી છે તો બીજી તરફ દુનિયામાં ઉથલ પાથલ છે.

Union Budget 2026 Taxpayers: આજે 1 ફેબ્રુઆરીને રવિવારના રોજ નાણાંમંત્રી નિર્મલા સીતારમણ 9 મું કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટથી એક બાજુ ટેકસ પેયર્સને લાભ થવાની આશા છે તો બીજી બાજુ મિડલ ક્લાસથી લઈને ગામડા અને ખેડૂતોની નજર પણ આજના બજેટ પર ટકેલી છે. આ બજેટ એવા સમયે રજુ થઈ રહયું છે જ્યારે એક બાજુ દેશમાં ઘરેલુ માંગ મજબૂત થઈ રહી છે તો બીજી તરફ દુનિયામાં ઉથલ પાથલ છે.

આજે રજૂ થઈ રહેલા બજેટમાં સામાન્ય લોકો જેની રાહ જોઈને બેઠા છે તે ટેકસના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પણ ટેકસ પેયર્સ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. FM નિર્મલા સીતારમણે એક અગત્યની જાહેરાત કરી છે.

શું છે આ જાહેરાત?

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કરદાતાઓને મોરી રાહત આપતા જાહેરાત કરી છે કે હવે 31 માર્ચ સુધી નજીવી ફી પર સુધારેલ આવકવેરા રિટર્ન (Revised income tax returns at a nominal fee) દાખલ કરી શકાશે. આ નિર્ણયથી એ કરદાતાઓને ફાયદો થશે જે રિટર્ન ભરતી વખતે થેલી કોઈ ભૂલને સુધારવા માંગે છે. નાણાંમંત્રીએ કહ્યું કે આ પગલાંનો ઉદ્દેશ્ય અનુપાલન ને સરળ અને કરદાતાઓ પર વધારાનો દંડનો બોજ ઓછો કરવાનો છે. સરકારને આશા છે કે આ સુવિધાથી વધારે લોકો સ્વૈચ્છિક સાચી જાણકારી સાથે ઇન્કમ ટેકસ રિટર્ન ફાઇલ કરશે.

TDS દરમાં ઘટાડો

FM એ લિબરલાઇઝ્ડ રેમિસન્ટ સ્કીમ અંતર્ગત શિક્ષા અને મેડિકલ શિક્ષા માટે મોકલાવમાં આવતી રકમ પર TDS દરને 5% થી ઘટાડીને 2% કરવાની જાહેરાત કરી છે. જેનાથી વિદેશમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારને સીધી રાહત મળશે. આ ઉપરાંત વિદેશી ટુર પેકેજના વેચાણ પર લગનાર TCS પર પણ 5%થી ઘટાડો કરીને 2% કરી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આ દર 20% હતો પહેલા જે ઘટાડીને 5% કરી દેવાયો છે.

બજેટને લગતી તમામ અપડેટ Live જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.

https://www.youtube.com/watch?v=nvaV2v4uMlg

નાના ટેકસ પેયર્સ માટે ઓટોમેટેડ પ્રક્રિયા

બજેટ 2026-27 માં નાણાંમંત્રીએ નાના કરદાતાઓ માટે નિયમ આધારિત અને સ્વચાલિત (Automated) પ્રક્રિયા લાગુ કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે જેનાથી ટેકસને લગતી પ્રક્રિયાઓ સરળ અને પારદર્શી બનશે.

આ પણ વાંચો: વિદેશ યાત્રા સસ્તી થઈ જશે, ટેક્સ ગોટાળા પર હવે ફક્ત દંડ

vtv app promotion

દુર્ઘટનામાં ટેકસ પર છૂટ

બહેતના ભાષણમાં FM એ જણાવ્યું કે મોટર એક્સિડન્ટ ક્લેમસ ટ્રિબ્યુનલ (MACT) દ્વારા આપવામાં આવતા વળતરને ઇન્કમ ટેકસમાંથી ફ્રી કરવામાં આવશે. આ નિર્ણયથી રોડ એક્સિડન્ટમાં દુર્ઘટના પીડિતો અને તેમના પરિવારોને એક મોટી રાહત મળવાની સંભવના છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Union Budget 2026 Tax Payers Income Tax Return

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ