ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:45 AM, 8 July 2025
ADVERTISEMENT
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 14 દેશો પર ભારે ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, છતાં એશિયા-પેસિફિક શેરબજારમાં કોઈ ખાસ નકારાત્મક અસર જોવા મળેલી નથી. ટ્રમ્પે "ટ્રુથ સોશિયલ" પર એક પત્ર દ્વારા જણાવ્યું હતું કે 1 ઓગસ્ટથી જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, કઝાકિસ્તાન, ટ્યુનિશિયા સહિત 14 દેશોના ઉત્પાદનો પર 25% સુધીનો ટેરિફ લાગુ કરવામાં આવશે.
ADVERTISEMENT

આ નિર્ણય પછી પણ એશિયન શેરબજારમાં તેજી જોવા મળી. નિક્કી 225 ઇન્ડેક્સમાં 0.18%નો ઉછાળો નોંધાયો અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 1.01% વધ્યો. ખાસ કરીને દક્ષિણ કોરિયાએ સારું પ્રદર્શન કર્યું છે, જ્યાં મંગળવારના સવાર 9:45 વાગ્યા સુધી કોસ્પી ઇન્ડેક્સમાં 1.56%નો ઉછાળો જોવા મળ્યો. આ વર્ષ દરમિયાન આ ઇન્ડેક્સે અત્યાર સુધીમાં 30%નો વધારો કર્યો છે.
ADVERTISEMENT

ટેરિફથી અસરગ્રસ્ત અન્ય દેશો જેમ કે ઇન્ડોનેશિયા (32%), બાંગ્લાદેશ (35%), કંબોડિયા અને થાઇલેન્ડ (36%), મ્યાનમાર અને લાઓસ (40%) ના બજારોએ પણ સ્થિરતા દર્શાવી છે અને કોઈ મોટું નુકસાન જોવા મળ્યું નથી. ઓસ્ટ્રેલિયાનો ASX 200 ઇન્ડેક્સ 0.10% ઉછળ્યો છે. રોકાણકારો ત્યાં રિઝર્વ બેંક ઓફ ઑસ્ટ્રેલિયાની નીતિગત બેઠક અને દર ઘટાડાની અપેક્ષાની રાહ જોઈ રહ્યા છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : સોનાના ભાવમાં આવ્યો મોટો કડાકો, ખરીદવું હોય તો ખરીદી લો આવો ભાવ ફરી નહી મળે
ADVERTISEMENT
શાંઘાઈ કમ્પોઝિટ પણ 0.27% ઉછળ્યો અને હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.37% વધ્યો, જે દર્શાવે છે કે એશિયન રોકાણકારોએ આ ટેરિફના નિર્ણયને નકારાત્મક રીતે નહીં લીધો. એશિયાઈ બજારોમાં એકંદરે હરિયાળી જોવા મળી, જ્યારે અમેરિકાના સ્ટોક ફ્યુચર્સ દબાણ હેઠળ રહ્યા. સોમવારે ડાઉ જોન્સ, S&P 500 અને નાસ્ડેક જૂનના મધ્ય પછીના તેમના સૌથી ખરાબ સ્તરે બંધ થયા હતા. આ સમગ્ર ઘટનાક્રમ પરથી સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પના આ ચોંકાવનારા પગલાને રોકાણકારો હજુ સુધી મોટા ધક્કા તરીકે નથી જોઈ રહ્યા અને એમને બજારની મુલ્યાંકન પ્રક્રિયામાંથી સમયસર જવાબ મળવાની અપેક્ષા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital