બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / બિઝનેસ / ભારત / Budget 2024 Gold price has increased by 126 percent during the regime of Modi government, what is the reason

Budget 2024 / મોદી સરકારના શાસનમાં સોનાના ભાવમાં 126 ટકાનો થયો વધારો, શું છે સોનાની કિંમત વધવા પાછળનું કારણ?

Megha

Last Updated: 11:40 AM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકાર આવ્યા બાદ સોનાના ભાવમાં 126 ટકાનો વધારો જોવા મળ્યો છે. તે સમયે દેશમાં સોનાની કિંમત 27000-28000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે હતી.

  • છેલ્લા ઘણા વર્ષોથી સોનાની કિંમત સતત વધી રહી છે. 
  • મોદી સરકાર આવ્યા બાદ સોનાના ભાવમાં 126 ટકાનો વધારો જોવા મળ્યો. 
  • સોનાની કિંમત આટલી વધી તેની પાછળનું કારણ શું છે? 

ભારતીયોને સૌથી વધુ કોઈ વસ્તુ પ્રત્યે પ્રેમ હોય તો એ છે સોનું.. ભારતમાં લોકો માટે સોનું એ ફક્ત શૃંગારની વસ્તુ નથી, તેની સાથે રોકાણ કરવા માટે પણ બેસ્ટ ઓપ્શન છે. એ વાત તો જાણીતી જ છે કે છેલ્લા ઘણા વર્ષોથી સોનાની કિંમત સતત વધી રહી હોવાથી તેમાં વળતર પણ સારું છે એમ કહેવું ખોટું નથી. 

Tag | VTV Gujarati

એવામાં જો આપણે છેલ્લા 10 વર્ષમાં વધતી સોનાની કિંમત વિશે વાત કરીએ તો મોદી શાસન દરમિયાન જુલાઈ અને ઓગસ્ટ 2015 દરમિયાન એક એવો સમય આવ્યો જ્યારે દેશના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 25,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે પહોંચી ગઈ હતી.

સોનાના ભાવમાં 126 ટકાનો વધારો જોવા મળ્યો છે
નરેન્દ્ર મોદી સરકાર આવ્યા બાદ હાજર સોનાના ભાવમાં 126 ટકાનો વધારો જોવા મળ્યો છે. મોદી સરકારનો પ્રથમ કાર્યકાળ મે 2014થી શરૂ થયો હતો. નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તે સમયે દેશમાં ભૌતિક સોનાની કિંમત 27000-28000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે હતી. પરંતુ મે 2023માં આ કિંમત 60000-62000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ હતી. 

Tag | VTV Gujarati

 નોંધનીય છે કે જુલાઈ 2015 દરમિયાન દેશમાં એક સમય એવો આવ્યો જ્યારે બુલિયન માર્કેટમાં સોનાની કિંમત મુંબઈમાં 25000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને કોલકાતામાં 24000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે પહોંચી ગઈ હતી. જોકે, દિલ્હી અને ચેન્નાઈમાં કિંમત 25200 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઉપર હતી. આ પછી ઓગસ્ટ 2015માં ફરી એકવાર કિંમત 25000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે પહોંચી હતી. તો હવે પ્રશ્ન એ થાય કે સોનાની કિંમત આટલી વધી તેની પાછળનું કારણ શું છે? 

સોનામાં સુરક્ષિત રોકાણને પ્રોત્સાહન આપ્યું 
તો મોદી સરકારના કાર્યકાળ દરમિયાન, સોવરિન ગોલ્ડ બોન્ડ જેવી પહેલોએ માત્ર સુરક્ષિત રોકાણને પ્રોત્સાહન જ નથી આપ્યું પરંતુ સોનાની આયાતમાં પણ ઘટાડો કર્યો છે. આનાથી ભારતના વિદેશી હૂંડિયામણ ભંડાર મજબૂત થયા છે. તહેવારની પરંપરા અને રોકાણના વિકલ્પ તરીકે, સોનાની સાંસ્કૃતિક અને આર્થિક લેન્ડસ્કેપ્સ બંને પર કાયમી અસર પડે છે.

Tag | VTV Gujarati

સોનાની કિંમત ફુગાવો, ભારતીય ચલણના મૂલ્યમાં વધઘટ, માંગમાં વધારો અથવા ઘટાડો, આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવમાં વધઘટ, ડોલરની કિંમતમઆ વધારો-ઘટાડો અને પુરવઠા સંબંધિત મુદ્દાઓ જેમ કે સોનાની આયાત પરની મર્યાદાઓથી અસર થાય છે. જો ડોલર સામે ભારતીય ચલણ રૂપિયાનું મૂલ્ય ઘટે તો સોનાની આયાત કરવા માટે વધુ કરન્સી દેશની બહાર જાય છે. તે જ સમયે, જો ડોલર નબળો પડે છે, તો વૈશ્વિક રોકાણકારો સોનાને સલામત માને છે અને તેમાં તેમનું રોકાણ વધારે છે. પરિણામે, સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો થાય છે, જેની અસર ભારતમાં પણ જોવા મળે છે. 

વધુ વાંચો: 

નોટબંધીએ સોનાની કિંમત પર અસર કરી હતી 
જો આપણે છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો નોટબંધીને કેવી રીતે ભૂલી શકાય. રૂ. 1000 અને રૂ. 500ની જૂની નોટો બંધ કરવામાં આવી હતી એ સમયે સરકારે લોકોને તેમની પાસે રાખેલી આ નોટોને ખર્ચ કરવા અને બેંકમાં જમા કરાવવા માટે થોડો સમય આપ્યો હતો અને એ પણ જણાવ્યું હતું કે નોટો ક્યાં ફરતી થઈ શકે છે. વિકલ્પોમાં સોનાની ખરીદીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. નોટબંધીની જાહેરાત બાદ તરત જ સોનાની ખરીદીમાં જોરદાર ઉછાળો આવ્યો હતો અને કિંમત 3 વર્ષની ટોચે પહોંચી હતી. નવેમ્બર 2016ના રોજ દેશમાં સોનાનો ભાવ 31700 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ