બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Budget / Budget 2023 Union Parliamentary Affairs Minister Prahlad Joshi tweeted

Budget 2023 / 27 દિવસના બ્રેક સાથે ચાલશે સંસદનું બજેટ સત્ર: કુલ 27 બેઠકનું આયોજન, તૈયાર થશે મંત્રાલયોના રિપોર્ટ

Published By: Mahadev Dave

Last Updated: 11:14 AM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ માહિતી આપતા જણાવ્યું 31 જાન્યુઆરીથી 6 એપ્રિલ સુધી સંસાદનું બજેટ સત્ર ચાલશે. આ દરમિયાન 27 બેઠક યોજાશે અને 27 દિવસનો વિરામ રહેશે.

  • 31 જાન્યુઆરીથી 6 એપ્રિલ સુધી સંસાદનું બજેટ સત્ર 
  • કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ ટ્વીટ થકી આપી માહિતી
  • બજેટ સત્રમાં 27 બેઠકો યોજાશે

કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી માહિતી આપતા જણાવ્યું કે સંસાદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહયું છે જે 6 એપ્રિલ સુધી ચાલશે. જેમાં તેમણે વધુમાં જણાવ્યું કે આ સત્ર દરમિયાન 14મી ફેબ્રુઆરીથી 12મી માર્ચ સુધી બ્રેક રહેશે. આ અંગે તેમણે ટ્વીટરના માધ્યમથી માહિતી આપી છે. જેમાં તેમણે લખ્યું કે  31 જાન્યુઆરીથી શરૂ થતું સંસદનું બજેટ સત્ર 6 એપ્રિલ સુધી ચાલશે, જેમાં સામાન્ય રજા સાથે 66 દિવસમાં ચાલનારા આ સત્રમાં 27 બેઠકો યોજાશે.

14 ફેબ્રુઆરીથી માંડી 12 માર્ચ સુધી બજેટ સત્રમાં રજાઓ
વધુમાં મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે બજેટ સત્ર 2023 માં 14 ફેબ્રુઆરીથી માંડી 12 માર્ચ સુધી રજાઓ રાખવામાં આવશે. જેને પગલે સંબંધિત સંસદીય સ્થાયી સમિતિઓ માંગણીઓની તપાસ કરી આ મામલે સબંધિત  મંત્રાલયો અને વિભાગો અહેવાલ બનાવી શકે.સંસદનું શિયાળુ સત્ર તોફાની બન્યું હતું. જેમાં વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે અરુણાચલ પ્રદેશના તવાંગમાં LAC પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે 9 ડિસેમ્બરે અથડામણ થઇ હતી.આ મામલે ચર્ચા કરવાની મંજૂરી આપવામાં આવી નથી. જેના પગલે શિયાળુ સત્રમાં હંગામો થયો હતો. 

બજેટ સત્રની અવશક્યતા

આવી સ્થિતિ વચ્ચે હવે બજેટ સત્ર યોજાવા જઇ રહ્યું છે તેવામાં બજેટ સત્ર જરૂરી બની ગયું છે કારણ કે હાલ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ ની સ્થિતીમાંથી વિશ્વ પસાર થઈ રહ્યું છે. જેને પગલે વૈશ્વિક સ્તરે યુદ્ધની પ્રતિકૂળ અસર પડી રહી છે અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. આવી સ્થિતિ વચ્ચે વર્લ્ડ બેંક અને IMFએ પણ તાજેતરમાં 2023માં મંદીના ભણકારની ભીતિ વર્તાવી છે. NSO એ ગુરુવારે જણાવ્યું હતું કે ખાદ્યચીજોના ભાવમાં નરમાઈને પગલે ડિસેમ્બર માસમાં રિટેલ ફુગાવો 12 મહિનાની નીચી સપાટી 5.7 ટકા પર પહોંચ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Budget 2023 કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી રશિયા અને યુક્રેન સંસાદનું બજેટ સત્ર Budget 2023

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ