ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
બ્રિટેનના આરોગ્ય મંત્રી મૈટ હૈનકોકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પોતાની સહકર્મી સાથે કીસ કરવાનો એક ફોટો વાઈરલ થયો હતો. ઓફિસ બહાર કીસ કરવાની આ ઘટનાને લઈ વિવાદ સર્જાયો હતો. જેમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનો દાવો કર્યો હતો. આ ઘટનાને લઈ સ્થાનિક મીડિયામાં ચર્ચા થતા મૈટ હૈનકોકે માફી પણ માગી હતી. અને બે લોકો વચ્ચે સામાજીક અંતરનો નિયમ તોડવાની વાતને પણ સ્વિકારી છે.
.jpg)
ADVERTISEMENT
બ્રિટેનના આરોગ્ય મંત્રીએ પોતાની સહકર્મીને કીસ કરવા મામલે વિવાદ થયા બાદ તેમણે કહ્યું કે, મેં લોકોને નિરાશ કર્યા છે. આ માટે મને ખેદ છે. સ્થાનિક મીડિયા સન અખબારે આ ફોટો છાપ્યો હતો. જેમાં બ્રિટેનના આરોગ્ય મંત્રી મૈટ હૈનકોક વિશે લખાયું હતું કે, તેઓ એક પરિણીત વ્યક્તિ છે. અને પોતાની સહયોગીને ગત મહિને જ નિયુક્ત કરી છે.
— Matt Hancock (@MattHancock) June 26, 2021
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો
ADVERTISEMENT
બ્રિટેનના આરોગ્ય મંત્રી મૈટ હૈનકોકે પોતાની સહકર્મી જીના કોલાડાંગેલોને કીસ કરી હતી. પોતાની ઓફિસ બહાર જ બંને લોકોએ કીસ કરી હતી. પરંતુ આ તમામ દૃશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. અને એક વીડિયો ક્લિપ પણ સ્થાનિક મીડિયા સુધી પહોંચી ગઈ હતી. 42 વર્ષના મૈટ હૈનકોકની ઉંમર 42 વર્ષની છે. અને તેની સહકર્મી 43 વર્ષની છે. જીના કોલાડાંગેલોને ગળે મળતા અને કીસ કરવાનો વીડિયો વાઈરલ થયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર આ વીડિયો 6 મેનો છે. અને વ્હાઈટ હોલ કાર્યાલય બહાર બપોરના 3 વાગ્યા પર બંને લોકો આ સ્થળ પર મળ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ