બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / વિશ્વ / britain covid will be known in a few minutes scientists have developed testing method using x rays
Last Updated: 08:44 AM, 21 January 2022
ADVERTISEMENT
આ ટેક્નીકથી થોડીક જ મિનિટોમાં કોરોનાને શોધી શકાય છે
સ્કોટલેન્ડના વૈજ્ઞાનિકોએ કુત્રિમ બુદ્ધિમત્તાના આધાર પર એક તપાસ પદ્ધતિ વિકસિત કરી છે જેના દ્વારા એક્સ-રેના ઉપયોગની થોડીક જ મિનિટોમાં કોરોનાને શોધી શકાય છે. યૂનિવર્સિટી ઓફ વેસ્ટ ઓફ સ્કોટલેન્ડના અનુસંધાનકર્તાઓ દ્વારા વિકસિત કરવામાં આવેલી તપાસ પદ્ધતિથી પીસીઆર તપાસની સરખામણીમાં કોરોના સંક્રમણને શોધી શકાય છે.
ADVERTISEMENT

આ ટેક્નોલોજી 98 ટકા વધારે સટીક સિદ્ધ થઈ
ADVERTISEMENT
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ટેક્નોલોજીથી હોસ્પિટલનું ભારણ ઓછું થશે. ખાસ કરીને તે દેશોમાં જ્યાં પીસીઆર તપાસની સુવિધા નથી. સેંસર્સ નામની શોધપત્રિકામાં પ્રકાશિત અધ્યયન અનુસાર આ ટેક્નોલોજી 98 ટકા વધારે સટીક સિદ્ધ થઈ છે. અનુસંધાનનું નેતૃત્વ કરનારા યૂડબ્લ્યૂએસના પ્રોફેસર નઈમ રમજાને કહ્યું તે ઘણા સમયથી કોરોનાને શોધનારા આવા ઉપકરણોની જરુર અનુભવાતી હતી જે જલ્દી પરિણામ આપી દે અને વિશ્વસનીય હોય. ઓમિક્રોન વેરિએન્ટના સામે આવ્યા બાદ આની જરુર વધી ગઈ. તેમણે કહ્યું કે તપાસ કરવાના સંસાધન મર્યાદિત હોવાના કારણે દેશ મોટા પાયે કોરોના ટેસ્ટ નથી કરી શક્યો. આ ટેક્નીકથી વાયરસને જલ્દી શોધી શકાશે.

ADVERTISEMENT
જો કે આ કારણે આ ટેક્નોલોજી સંપૂર્ણ રીતે પીસીઆરની જગ્યા નથી લઈ શકતી
અનુસંધાનકર્તાઓનું કહેવું છે કે સંક્રમણના શરુઆતના સમયમાં કોરોનાના લક્ષણો એક્સ-રેમાં સામે નથી આવતા એટલા માટે આ ટેક્નોલોજી સંપૂર્ણ રીતે પીસીઆર તપાસની જગ્યા નથી લઈ શકતી. ત્યારે બ્રિટન સરકાર ભવિષ્યમાં કોરોના વાયરસની સાથે જીવવાની તૈયારી અંતર્ગત ભારત સહિત અન્ય દેશોમાં પોતાને ત્યાં પહોંચનારા એવા પ્રવાસીઓને કોરોનાની તપાસના ફરજિયાત પણાને સમાપ્ત કરવા પર વિચાર કરી રહી છે. જે સંપૂર્ણ વેક્સિનેટેડ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.