ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Brazilian singer Thierrys plane landed at Sao Luis airport when the gate opened

વાયરલ / VIDEO : આકાશમાં ચાલુ ફ્લાઈટમાં ખુલી ગયો દરવાજો, પછી જે થયું હેરાન કરી મૂકશે, જુઓ વીડિયો

Published By: Mahadev Dave

Last Updated: 11:49 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રાઝિલના ગીતકાર ટિયરીનું વિમાન ફ્લાઇટમાં કાર્ગોનો દરવાજો ખૂલી ગયો હતો.જેને લઈને લુઇસ એરપોર્ટ પર વિમાનનું સુરક્ષિત રીતે લેન્ડીંગ કરવામા આવ્યું હતું.

ADVERTISEMENT

  • ઉડતા પ્લેનનો કાર્ગો દરવાજો એકાએક ખુલી ગયો
  • કોઈ જાનહાની ન થતા રાહત
  • બ્રાઝિલના ગાયક-ગીતકાર ટિયરી તેમના સાથીદારો સાથે ફ્લાઈટમાં સવાર હતા

બ્રાઝિલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં હવામાં ઉડતા પ્લેનનો કાર્ગો દરવાજો એકાએક ખુલી ગયો હતો. પ્લેનના જ મુસાફરે આ  ઘટનાનો વીડિયો બનાવી વાયરલ કરતા હાલ આ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે.વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર ફ્લાઈટનો દરવાજો ખુલ્લો દેખાઇ છે અને બહારથી ઘણી હવા અંદર આવતી હોવાનું જાણવા મળે છે. આ અંગેની પ્રથમીક વિગત એવી પણ છે કે બ્રાઝિલના ગાયક-ગીતકાર ટિયરી તેમના સાથીદારો સાથે ફ્લાઈટમાં સવાર હતા. જે 12 જૂને સાઓ લુઈસથી સાલ્વાડોર જતા બ્રાઝિલના વિમાનમાં આ ઘટના બની હોવાનું માનવામા આવે છે. જેમાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

 બ્રેકિંગ એવિએશન ન્યૂઝ એન્ડ વીડિયો દ્વારા આ ભયાનક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં ગીતકાર ટિયરીનું પ્લેન ફ્લાઈટમાં કાર્ગોનો દરવાજો ખૂલ્યા બાદ સાઓ લુઈસ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થયું છે. તે પ્રકારનું ઇંગ્લિશ કૅપશન આપવામાં આવ્યું છે. જે ધૂમ વાયરલ થઈ રહ્યો છે. માત્ર એક ટ્વિટ પર તેના વ્યૂઝ 1.5 લાખ સુધી પહોંચી જશે. 27 સેકન્ડનો આ વીડિયોને અત્યાર સુધીમાં 177 યુઝર્સ દ્વારા રીટ્વીટ કરવામાં આવ્યો છે જ્યારે 846 લોકોએ તેને લાઈક કર્યો છે. તે જ સમયે, 32 યુઝર્ષ ટ્વિટને ટાંકીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Brazilia Sao Luis Thierrys airport ગીતકાર ટિયરી બ્રાઝિલ Brazilian plane gate opened

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ