બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / brave dog helps owner during lockdown in mexico covid 19 corona

Coronavirus / લૉકડાઉન : માલિકને ખાવા હતા ચિપ્સ, કુતરાએ એવું કર્યું કે તમે જાણીને ચોંકી જશો

Published By: Mehul

Last Updated: 05:33 PM, 26 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસે કરોડો લોકોને ઘરોમાં બંધ કરી દીધા છે. ઘણા લોકો ઘર પર જ અલગ-અલગ પ્રકારના કામ કરીને પોતાનું મન લગાવી રહ્યા છે. એવામાં એક કુતરાએ પોતાના માલિક માટે એવું કામ કર્યું કે તે થોડાક જ સમયમાં સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગયો.

  • કોરોના વાયરસે કરોડો લોકોને ઘરોમાં બંધ કરી દીધા છે
  • પોતાના માલિકનો કુતરો થોડાક જ સમયમાં સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગયો

આ ઘટના મેક્સિકોમાં રહેતા એન્તોનિયો મુનોજના ઘરની છે. એન્તોનિયો મુનોજ પોતાના ઘરમાં બંધ છે એટલે કે સેલ્ફ આઇસોલેશનમાં છે. તેમની સાથે એક કુતરો રહે છે. ત્યારે એવું બન્યું કે એન્તોનિયોને અચાનક ચિપ્સ ખાવાનું ખુબ જ મન થઇ રહ્યું હતું. પરંતુ લૉકડાઉનને પગલે બહાર જઇ શકતા નહોતા. 

એવામાં તેઓએ પોતાના કુતરા ઓજોને ચિપ્સ લાવવા માટે ઘરના સામે હાજર એક દુકાન પર મોકલ્યો. કુતરાએ ગળામાં લાગેલા પટ્ટા પર લખીને સમજાવ્યું કે તેઓને શું જોઇએ છે. એ પટ્ટા પર તેઓએ 20 ડોલરની એક નોટ પણ લગાવી દીધી હતી. 

કાગળ પર લખ્યું હતું, પ્રિય દુકાનદાર, મારા કુતરાને કેટલાક ચિપ્સ આપી દેજો. ઓજોએ કોલરમાં 20 ડોલરની નોટ પણ રાખી છે. ઓજો સાથે પ્રેમથી વર્તજો નહીંતર તે કરડી જશે. હું આપની દુકાન સામે રહું છું. 

દુકાનદારે પત્રમાં લખ્યું એમ જ કર્યું. દુકાનદારે ઓજોને પ્રેમ કર્યો અને ચિપ્સનું પેકેટ આપ્યું. ઓજો આ પેકેટ લઇને સીધો પોતાના માલિકના ઘરે પહોંચી ગયો. નોંધનીય છે કે મેક્સિકોમાં કોરોના વાયરસથી સંક્રમિત 387 કેસ નોંધાયા છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus World News mexico કોરોના વાયરસ coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ