ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
પાણી અને આગ આ બંને એક બીજાના વિરોધી છે. આગ હોય ત્યારે પાણી નાંખો એટલે આગ ઓલવાઇ જાય. પાણી હોય ત્યાં આગ લાગી શકતી નથી. એટલે કે ક્યાં તો પાણી હોય કે આગ. પરંતુ બંને એક સાથે ક્યારેય ન હોઇ શકે. પરંતુ આગ અને પાણી બંને એકસાથે જોવા મળે તો નવાઇ લાગેને .. ત્યારે આવી જ ઘટના જોવા મળી મધ્યપ્રદેશમાં
ADVERTISEMENT
પાણી અને અગ્નિ એકસાથે
ADVERTISEMENT
મધ્યપ્રદેશના છતરપુરનો એક હેરાન કરી દેતો વીડિયો વાયરલ થયો છે. છતરપુર જિલ્લાના બકસ્વાહા વિસ્તારના કછાર ગામનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં હેન્ડપંપમાંથી પાણી અને આગ બંને એક સાથે નીકળે છે. આ વીડિયો જોઇને ઘણી નવાઇ લાગે કે આવુ કેવી રીતે શક્ય બને ? શું કોઇ ચમત્કાર હશે ? આ વાયરલ વીડિયોએ તો બધાના મનમાં સવાલો કરી દીધા કે આખરે આવુ કેવી રીતે ? અધિકારીઓ પણ કામે લાગ્યા. પરંતુ ભૂસ્તર શાસ્ત્રીના જણાવ્યા મુજબ આ કોઇ ચમત્કાર નથી.આ માત્ર મિથેનગેસના કારણે આ પ્રકારનો બનાવ બન્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ