બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / મુંબઈ / રાજકોટના સમાચાર / Bombay High Court slams centre during hearing on faulty ventilators Corona virus

ફટકાર / ધમણ વૅન્ટિલેટર્સ ખરાબ નીકળતા બોમ્બે હાઈકોર્ટ ભડકી, કેન્દ્ર સરકારે કહ્યું ડૉક્ટરોને ચલાવતા નથી આવડતું

Published By: Parth

Last Updated: 01:13 PM, 29 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટની જ્યોતિ CNCના ધમણ વેન્ટિલેટરનો વિવાદ ફરી ધમધમ્યો છે, આ વખતે આ વિવાદ ગુજરાતની બહાર નીકળી મહારાષ્ટ્ર સુધી પહોંચ્યો છે.

  • ધમણ વેન્ટિલેટર ફરી ચર્ચામાં
  • વેન્ટિલેટર મામલે બોમ્બે HCની ફટકાર
  • વેન્ટિલેટર ખરાબ નીકળતા કેન્દ્રને ફટકાર

મહારાષ્ટ્રમાં ધમણનો વિવાદ 
ગુજરાતમાં ગયા વર્ષે ધમણ વેન્ટિલેટરની ખૂબ ચર્ચા થઈ, સરકારે કંપનીની ખૂબ વાહવાહી કરી અને વેન્ટિલેટરને એક ઉપલબ્ધિ તરીકે લેવામાં આવી. જોકે બાદમાં વેન્ટિલેટર બનાવનાર જ્યોતિ CNC ખૂબ વિવાદોમાં આવી, વેન્ટિલેટરને લઈને ઘણા બધા સવાલો કરવામાં આવ્યા. જોકે હવે ફરી એક વાર જ્યોતિ CNC અને ધમણ વિવાદોમાં આવ્યા છે. આ વખતે ગુજરાત નહીં પરંતુ મહારાષ્ટ્રમાં. 

150માંથી 113 વેન્ટિલેટર ખરાબ નીકળ્યા, હાઇકોર્ટે કેન્દ્રને લગાવી ફટકાર 
બોમ્બે હાઇકોર્ટ બાદ ઔરંગાબાદ બેન્ચે ખરાબ વેન્ટિલેટર મામલે કેન્દ્ર સરકારને બરાબરની ફટકારી છે, બેન્ચે કહ્યું કે કેન્દ્ર સરકારને લોકોના જીવથી વધારે આવી ખરાબ વેન્ટિલેટરની કંપનીઓની વધારે ચિંતા છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા સામે આવ્યું હતું કે મહારાષ્ટ્રમાં કેન્દ્ર તરફથી જે 150 વેન્ટિલેટર આપવામાં આવ્યા છે તેમાંથી 113 વેન્ટિલેટર પીએમ કેયર્સ હેઠળ આપવામાં આવ્યા નથી. આ વેન્ટિલેટર જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યા છે તથા કેન્દ્રએ એમ પણ કહ્યું કે સરકારી મેડિકલ કોલેજના ડોકટરોને વેન્ટિલેટર ચલાવવાની ટ્રેનિંગ સરખી રીતે નહીં આપી હોય. જે બાદ કોર્ટ ગુસ્સે થઈ અને કહ્યું કે એવું લાગે છે કે કેન્દ્ર સરકારના વકીલ કંપનીની વાત મૂકી રહ્યા છે. કેન્દ્રએ સોગંધનામામાં પણ કંપનીનો બચાવ કર્યો છે. 

ગુજરાતી કંપનીનો બચાવ કરી રહ્યા છો! : હાઇકોર્ટ 
ધમણ વેન્ટિલેટર મહારાષ્ટ્રમાં આપવામાં આવ્યા હતા પરંતુ તે કામ ન કરતાં કોર્ટે કેન્દ્ર સરકારને ખૂબ ફટકાર લગાવી છે. કેન્દ્ર સરકાર હાઇકોર્ટમાં સફાઇ આપવામાં કંપનીનો બચાવ કરવા લાગી જેથી બેન્ચે કટાક્ષ કરતાં કહ્યું કે એવું લાગે છે કે તમે ગુજરાતી કંપનીનો બચાવ કરી રહ્યા છો.  

વધુ સુનાવણી બીજી જૂને
હાઇકોર્ટે કેન્દ્ર સરકારને સણસણતા સવાલ કરતાં કહ્યું કે કંપનીના દાવાને તમે એમ જ કેમ માની લીધો? વેન્ટિલેટર યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તે જવાબદારી નિર્માતાની છે. નોંધનીય છે કે કેન્દ્ર તરફથી આ વેન્ટિલેટર મરાઠાવાડાને ફાળવવામાં આવ્યા હતા અને આ મામલે વધારે સુનાવણી બીજી જૂને હાથ ધરવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bombay Highcourt Jyoti CNC dhaman ventilator rajkot coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ