બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / વિક્રાંત મેસી-શનાયા કપૂરની દમદાર કેમેસ્ટ્રી, 'આંખો કી ગુસ્તાખીયા'નું ટીઝર રિલીઝ
Last Updated: 06:16 PM, 5 June 2025
આ ચોમાસામાં વિક્રાંત મેસી અને શનાયા કપૂરની એક ખૂબ જ જબરદસ્ત લવ સ્ટોરીવાળી ફિલ્મ 'આંખો કી ગુસ્તાખીયા' રીલીઝ થવા જઈ રહી છે. પહેલા પોસ્ટર બાદ હવે આનું ટીઝર રીલીઝ થઈ ગયું છે, જે પ્રેમ, ઇમોશન અને સુંદર પળોથી ભરેલું છે. કેવી રીતે બે લોકો અચાનક મળે છે અને તેમની કહાની શરૂ થાય તેવું તે ટીઝરમાં બતાવવામાં આવ્યું છે. વધારે વાત કર્યા વિના જ ઇશારા અને સંગીતના માધ્યમે પ્રેમ મજબૂત બને છે, પરંતુ પછી દૂરી પણ જોવા મળે છે. ટીઝરમાં ડાન્સ અને પ્રવાસના અમુક સિન્સ આ સંબંધને વધુ ખાસ બનાવે છે.
ADVERTISEMENT
ટીઝરમાં વિશાલ મિશ્રાના મ્યુઝિકની ઝલક
ટીઝરમાં સંપૂર્ણ કહાની નથી બતાવી પરંતુ બંને વચ્ચે પ્રેમ છે અને અમુક નિર્ણય કે જેનાથી બંનેને અલગ કરી દે છે. વિક્રાંત એક ભાવુક પાત્ર છે અને શનાયા પોતાની પહેલી ફિલ્મમાં જ છાપ છોડતી જાય છે. આ લવ સ્ટોરીને વિશાલ મિશ્રા અને સુંદર લોકેશન વધુ મજબૂત બનાવે છે. આ ફિલ્મને ઝી સ્ટુડિયો અને મિનિ ફિલ્મ્સે પ્રેઝેન્ટ કરી છે. આને માનસી બાગલા અને વરુણ બાગલા એ પ્રોડ્યુસ કરી અને લખી પણ છે, ત્યારે સંતોષ સિંહે ડાયરેક્ટ કરી છે. ફિલ્મ 11 જુલાઇ 2025 એ થિયેટરોમાં રીલીઝ થશે.
ADVERTISEMENT
વધુ વાંચો:PHOTOS: જુઓ ડીપ નેક બોડીકોન ડ્રેસમાં અવનીત કૌરનો હોટ અંદાજ, તસવીરો જોઇ નજર નહીં હટે
ADVERTISEMENT
આ ફિલ્મોમાં દેખાશે શનાયા અને વિક્રાંત
શનાયા કપૂરની ડેબ્યૂ ફિલ્મ હવે ટૂંક સમયમાં આવી રહી છે. આ સાથે, તે બેજોય નામ્બિયારની આગામી ફિલ્મ 'તુ યા મૈં'નો પણ ભાગ છે, જેમાં તે આદર્શ ગૌરવ સાથે જોવા મળશે. આ ફિલ્મનું અનાઉસમેન્ટ ટીઝર તાજેતરમાં જ રિલીઝ થયું હતું અને તેને દર્શકો તરફથી સકારાત્મક રીએક્શન મળ્યું છે. બીજી બાજુ, વિક્રાંત મેસી સતત નવા પ્રોજેક્ટ્સ સાથે પોતાની કરિયારનો વિસ્તાર કરી રહ્યો છે. 'આંખો કી ગુસ્તાખિયાં' ઉપરાંત, તે વ્હાઇટ નામની બાયોપિકમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ ઉપરાંત, તે રાજકુમાર હિરાનીની આગામી વેબ સિરીઝ પર પણ કામ કરી રહ્યો છે અને એવા અહેવાલ છે કે તે ફરહાન અખ્તરની 'ડોન 3' માટે પણ વાતચીત કરી રહ્યો છે, જેમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.