બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બિગ બોસ ફેમ અબ્દુ રોજિકની દુબઈ એરપોર્ટ પર ધરપકડ, લાગ્યો આ આરોપ

મનોરંજન / બિગ બોસ ફેમ અબ્દુ રોજિકની દુબઈ એરપોર્ટ પર ધરપકડ, લાગ્યો આ આરોપ

Chintan Chavda

Last Updated: 10:56 PM, 12 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Abdu Rozik Arrested in Dubai: અબ્દુ રોજિકની દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ચોરીના આરોપસર તેની અટકાયત કરવામાં આવી છે.

ફેમસ તાજિક સિંગર અને બિગ બોસ સ્ટાર અબ્દુ રોજિકની દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ચોરીના આરોપસર તેમની અટકાયત કરવામાં આવી છે. શનિવારે સવારે લગભગ 5 વાગ્યે મોન્ટેનેગ્રોથી દુબઈ પહોંચ્યા પછી તરત જ અધિકારીઓ દ્વારા અબ્દુને અટકાવવામાં આવ્યો હતો. તેમની મેનેજમેન્ટ કંપનીએ 'ખલીજ ટાઈમ્સ'ને આ સમાચારની પુષ્ટિ કરી છે.

abdu

જોકે, અબ્દુને કયા ચોરી માટે અટકાયતમાં લેવામાં આવ્યો છે તે અંગેની ચોક્કસ માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી અને અધિકારીઓ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. અબ્દુની ટીમે કહ્યું, "અમે ફક્ત એટલું જ કહી શકીએ છીએ કે અમને ખબર છે કે તેને ચોરીના આરોપસર અટકાયતમાં લેવામાં આવ્યો છે."

app promo2

અબ્દુ રોજિક કોણ છે?

21 વર્ષીય અબ્દુ રોજિક તેની ટૂંકી ઊંચાઈ (ગ્રોથ હોર્મોનના અભાવને કારણે) હોવા છતાં મિડલ ઇસ્ટના ફેમસ સેલિબ્રિટીઓમાંનો એક છે. તેની પાસે UAE ગોલ્ડન વિઝા છે અને તે ઘણા વર્ષોથી દુબઈમાં રહે છે. તેને તેના ગીતો, વાયરલ વીડિયો અને 'બિગ બોસ 16' જેવા રિયાલિટી શો દ્વારા ઘણી લોકપ્રિયતા મેળવી છે.

વધુ વાંચો: VIDEO: પ્રેમી સાથે હોટલમાં અંગત પળો માણતી હતી, અચાનક પતિ આવતા પત્ની દિવાલ કૂદીને ભાગી

વિવાદો સાથે જૂનો સંબંધ!

આ પહેલી વાર નથી જ્યારે અબ્દુ રોજિક વિવાદમાં ફસાયો હોય. 2024 માં, તેને દુબઈના કોકા-કોલા એરેનામાં બોક્સિંગ ડેબ્યૂ કર્યું અને યુકેમાં તેની રેસ્ટોરન્ટ બ્રાન્ડ 'હબીબી' લોન્ચ કરી. આ વર્ષે તેને ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા એક હોસ્પિટાલિટી ફર્મ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો, જોકે તેઓ આ કેસમાં આરોપી નહોતો. ગત વર્ષે પણ, આ મની લોન્ડરિંગ કેસ ભારતમાં ચર્ચામાં આવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Tajikistan Singer Adbu Rozik
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ