ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Bobby Deol's Aashram 3 Trailer Release Baba Nirala's hypocrisy is at its peak!

ટ્રેલર / બાબા નિરાલાનું પાખંડ ચરમસીમાએ! બોબી દેઓલની Aashram 3 નું ટ્રેલર રીલીઝ

Published By: MayurN

Last Updated: 01:41 PM, 13 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોબી દેઓલની વેબ સિરીઝ 'આશ્રમ 3'નું ટ્રેલર રિલીઝ થવાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ વખતે બાબા નિરાલા પોતે ભગવાનના રૂપમાં જોવા મળી રહ્યા છે.

ADVERTISEMENT

  • આશ્રમ 3 નું કાલે ટીઝર તો આજે ટ્રેલર થયું લોન્ચ
  • સીરીઝ 1 -2 ને લોકોએ આપ્યો હતો ખુબ સારો પ્રતિષાદ 
  • 3 જૂને એમએક્સ પ્લેયર પર રિલીઝ થશે આશ્રમ 3

આવી ચુક્યું છે આશ્રમ 3 નું ટ્રેલર 
બોલિવૂડ એક્ટર બોબી દેઓલ ભલે ફિલ્મી પડદે દર્શકોને ઇમ્પ્રેસ નથી કરી શક્યો, પરંતુ તેની વેબ સિરીઝ 'આશ્રામ'એ ઓટીટી પ્લેટફોર્મ પર ચોક્કસથી ધમાલ મચાવી છે. 'આશ્રમ'ની બે સીઝને દર્શકોનું ખૂબ જ મનોરંજન કર્યું છે અને હવે ચાહકો 'આશ્રમ સીઝન 3'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વેબ સિરીઝની રિલીઝને હજી થોડો સમય બાકી છે, પરંતુ 'આશ્રમ 3'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં જોવા મળે છે કે બાબા નિરાલાનો દરબાર ખુલી ગયો છે અને આસ્થાના નામે તે ફરી એક વાર પાખંડનું પોટલું પહેરેલ જોવા મળશે.

 

ટ્રેલરમાં ઈશા ગુપ્તાનો બોલ્ડ અવતાર જોવા મળ્યો  
ટ્રેલરની શરૂઆત ગરીબોના બાબાના નારાથી થઈ રહી છે. સાથે જ બોબી દેઓલ પોતાના ડાયલોગ્સ સાથે કહેતા જોવા મળે છે કે તેને જે જોઈએ તે મળવું જોઈએ. ટ્રેલરમાં ઈશા ગુપ્તાની પણ ઝલક જોવા મળે છે, જે બોબી દેઓલને પોતાના હુસ્ન સાથે રીઝવતી જોવા મળે છે.

સીરીઝ રોમાંચથી ભરપુર 
ટ્રેલરમાં  તો બાબા નિરાલાના હાય હાયનાં નારા પણ સાંભળવા મળે છે. આ વખતે બાબા નિરાલાની ભક્તિમાં તેમના ભક્તો જય જયકાર કરશે તો ક્યાંક રાજકારણ સાથે  ખાખી વર્દી બાબા સામે મોરચો કરતી નજરે જોવા મળશે. આ સિરિઝની સ્ટોરી ડ્રગ્સ, રેપ અને પોલિટિક્સથી ભરપુર હશે.
'આશ્રમ 3' વેબ સિરીઝ 3 જૂને એમએક્સ પ્લેયર પર રિલીઝ થશે. પ્રકાશ ઝા દિગ્દર્શિત આ વેબ સિરીઝના ટ્રેલરે ચાહકોનો ઉત્સાહ વધાર્યો છે. હવે જોવાનું એ રહેશે કે સિઝન 3ને પણ દર્શકોનો એટલો જ પ્રેમ મળે છે કે નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

MX Player Web Series aashram 3 bobby deol trailer bollywood aashram 3

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ