બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / blue cow taken visit earlier in c.g.road ahmedabad

લૉકડાઉન / ના હોય, ખરેખર? ખેતરમાં જોવા મળતું આ પ્રાણી અમદાવાદના રસ્તા પર ફરતું દેખાયું

Kavan

Last Updated: 06:35 PM, 2 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ભારત અને ખાસ કરીને ગુજરાત આ સ્થિતિમાંથી બાકાત રહી શક્યા નથી. તો સ્થિતિ પર કાબૂ મેળવવા માટે હાલ લૉકડાઉનનો માહોલ ચાલી રહ્યો છે. વિશ્વના કેટલાય રાષ્ટ્રોમાં આ સ્થિતિ જોવા મળી છે ત્યારે આ લૉકડાઉન આખી પૃથ્વી ફળ્યું હોય તેવા દ્રશ્યો કેટલાય સ્થળે જોવા મળ્યા હતા.

  • અમદાવાદને ફળ્યું લૉકડાઉન
  • હવા-પાણી શુધ્ધ થયાં 
  • રસ્તા પર નીલગાય લટાર મારતી જોવા મળી 

ક્યાં લૉકડાઉનના લીધે હવા શુધ્ધ બની તો દેશના કોઇ શહેરમાંથી 200 કિલોમીટર દૂર રહેલો હિમાલય દેખાવા લાગ્યો, ઓસ્ટ્રેલિયાના રસ્તા પર હરણ ફરતા જોવા મળ્યા તો થાઇલેન્ડમાં વાંદર ટોળી સૂમસાન પડેલા રસ્તા પર તોફાન કરતી નજરે ચડી હતી. આવો જ લૉકડાઉનનો ફાયદો ગુજરાતને પણ થયો હતો. જ્યાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ છે તેવા અમદાવાદના રસ્તા પર નીલગાય ટહેલવા નીકળી હોય તેવા દ્રશ્યો કચકડે કેદ થયાં હતા. 

નીલગાય ફરતી રહી રસ્તા પર 

સામાન્ય રીતે ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા અમદાવાદમાં ક્યારેક ગાય-ભેંસ સિવાય માત્ર વાહનો જોવા મળે તે રસ્તા પર નીલગાય ફરતી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના સીજી રોડ ખાતે ભર બપોરે એક નીલગાય ફરતી હોય તેવા દ્રશ્યો સર્જાતા, રસ્તા પર પસાર થનાર લોકોમાં પણ કૌતુક સર્જાયું હતું. 

જોનારાએ ઘટનાને કેમેરામાં કેદ કરી 

નોંધનીય છે કે, અમદાવાદમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા છે ત્યારે મોટા ભાગના લોકો લૉકડાઉનને કારણે ઘરમાં પુરાયેલા છે. રસ્તા પર હાલ માત્ર કોરોના સામેની જંગ લડતા લડવૈયા જ જોવા મળી રહ્યા છે. ત્યારે નીલગાયને રસ્તા પર જોનારા તમામ લોકોએ પોતાના ફોનમાં આ ઘટનાને કેદ કરી હતી. 

અમદાવાદને ફળ્યું લૉકડાઉન 

નોંધનીય છે કે, અમદાવાદને લૉકડાઉન ફળ્યું છે કારણ કે,  શહેરમાંથી પ્રદૂષણની માત્રા સાવ ઘટી ગઈ અને એર ક્વોલિટી ઈન્ડેક્સ જે 300થી વધુ રહેતો હતો તે આજે 70-75 પર આવી ગયો. સાબરમતી નદીનું પાણી ચોખ્ખું થઈ ગયું અને આજે તો સાવ ચમત્કારી પરિવર્તન જોવા મળ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ