બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / black fungus in gujarat vimal chandni anand black fungus case
Last Updated: 10:48 AM, 26 May 2021
ADVERTISEMENT
ગુજરાતમાં 2 હજાર દર્દી બ્લેક ફંગસથી પીડિત જોવા મળ્યા છે
દેશમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારી વચ્ચે બ્લેક ફંગસના અનેક મામલા સામે આવ્યા છે. બીજી લહેરમાં જે દર્દી સાજા થઈ ગયા છે હવે તેમના પર બ્લેક ફંગસનું સંકટ તોડાઈ રહ્યુ છે. એક તરફ કોરોનાના મામલા ઘટી રહ્યા છે. તો બ્લેક ફંગસના મામલા 5000ને પાર થઈ ગયા છે. ગુજરાતમાં પણ બ્લેક ફંગસના અનેક મામલા આવ્યા છે. અહીં 2 હજાર દર્દી બ્લેક ફંગસથી પીડિત જોવા મળ્યા છે. રાજ્યમાં એવો જ એક મામલો સામે આવ્યો છે જેમાં દર્દી 5 મહિનાથી તે સાજો નથી થઈ રહ્યો.
ADVERTISEMENT
39 ઈન્જેક્શન લીધા, 6 વાર સર્જરી થઈ, 7મી સર્જરી થવા જઈ રહી છે
મળતી જાણકારી મુજબ રાજકોટ નિવાસી વિમલ દોશી કોરોના સંક્રમિત થયા હતા. તે કોરોનાથી તો જીતી ગયા પણ બ્લેક ફંગસે તેને ઝપેટમાં લઈ લીધા છે. ગત 5 મહિનાથી બ્લેક ફંગસથી લડી રહ્યા છે. વિમલની અંદર સંક્રમણ બહું ઝડપથી ફેલાઈ રહ્યુ છે. વિમલને બ્લેક ફંગસને હરાવવા માટે અત્યાર સુધીમાં 39 ઈન્જેક્શન લીધા છે. એટલું જ નહીં 6 વાર સર્જરી થઈ ચૂકી છે. 7મી સર્જરી થવા જઈ રહી છે.
ADVERTISEMENT

અત્યાર સુધીમાં 41 લાખ રુપિયા ખર્ચ, વેચવું પડ્યુ ઘર
ADVERTISEMENT
આ બાબત વિમલની પત્ની ચાંદનીએ જાણકારી આપી કે કામના સિલસિલામાં તેમના પતિ અમદાવાદમાં રહેતા હતા. નવેમ્બર 2020માં તે કોરોના સંક્રમિત થઈ ગયા અને 15 દિવસ સુધી કોવિડની સારવાર ચાલી. આ દરમિયાન તેમણે ઓક્સિજનની સાથે સ્ટેરોયડ આપ્યા હતા. પત્નીના અનુસાર વિમલના નામમાં ફંગસ જોવા મળ્યુ. જે બાદ આણંદના મેડિકલ કોલેજમાં તેમની સર્જરી થઈ. આ બાદ ફંગસ આંખ સુધી પહોંચી ગયુ. અને તેમની સર્જરી થઈ. એ બાદ નાક અને તેની આસપાસના ભાગમાં ફરી સર્જરી કરવામાં આવી. હવે બ્લેક ફંગસ દિમાગ સુધી પહોંચી ગયુ છે. જેના કારણે તે ન્યૂરો સર્જરી કરવામાં આવી.
તેમના મસ્તિષ્કમાં સંક્રમણ જોવા મળ્યુ
ADVERTISEMENT
તેમની પત્ની ચાંદનીનું કહેવુ છે કે ઈન્જેક્શનના કારણે ગત 5 મહિનાથી એમે આણંદમાં રહી રહ્યા છીએ. તેમણે જણાવ્યુ કે બ્લેક ફંગસની સારવારમાં બચત ખતમ થઈ ગઈ. ચાંદનીએ કહ્યુ કે તેમના પતિની સારવાર માટે ઘર વેચવુ પડ્યુ અને અત્યાર સુધીમાં 41 લાખ રુપિયા ખર્ચ થઈ ગયા છે. હજું પણ ઓછામાં ઓછા 10થી 15 લાખ રુપિયાની સખત જરુર છે. ચાંદનીના જણાવ્યાનુસાર અત્યાર સુધી 4 લેપ્રોસ્કોપી એક ફોરહેડ સર્જરી અને બ્રેન સર્જરી થઈ ચૂકી છે. હવે લાગે છે કે તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ચૂક્યા છે. તેમના મસ્તિષ્કમાં સંક્રમણ જોવા મળ્યુ.

ADVERTISEMENT
તેમનું બચવું એક ચમત્કાર છે
એક મીડિયા રિપોર્ટ અનુસાર વિમલની સારવાર કરનારા ડોક્ટરનું કહેવુ છે કે જે રીતે બ્લેક ફંગસની અડફેટે આવ્યા છે તેમનું બચવું એક ચમત્કાર છે. તેમની અત્યાર સુધીમાં 6 સર્જરી થઈ ચૂકી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.