ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / BJP organized Kisan Panchayat to convince the farmers

ELECTION-2022 / ગુજરાતમાં ચૂંટણી અગાઉ ખેડૂતોને મનાવવા ભાજપનો એક્શન પ્લાન, કિસાન મોરચાને સોંપ્યો મહત્વનો ટાસ્ક

Published By: Khyati

Last Updated: 06:32 PM, 2 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપનું ખેડૂતોને મનાવવાનું આયોજન, 2 સપ્ટેમ્બરથી મિશન કરાશે શરૂ

ADVERTISEMENT

  • ચૂંટણી અગાઉ ભાજપ એક્શનમાં
  • ખેડૂતોને મનાવવા માટે કર્યા પ્રયાસ
  • 14 હજાર કિસાન પંચાયતો યોજાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. જેને લઇને દરેક પાર્ટીઓ મતદારોના આકર્ષવા માટે જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. કોઇ ફ્રીમાં સુવિધાઓ આપવાનું વચન આપે છે તો કોઇ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરીને ભેટ સોંગાદ આપી રહ્યા છે. ત્યારે ભાજપ ખેડૂતોને રિઝવવા માટે એક્શન મોડમાં આવી ગયું છે. ચૂંટણી અગાઉ રાજ્યના ખેડૂતોને મનાવવા ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

કિસાન પંયાયતનું આયોજન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપ એક્શનમાં આવી ગઇ છે. ખેડૂતોને રિઝવવા માટે કિસાન મોરચાને ટાસ્ક અપાયો છે. ચૂંટણી અગાઉ રાજ્યના ખેડૂતોને મનાવવા ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે જે અંતર્ગત  ભાજપ કિસાન મોરચો 14 હજાર જેટલી કિસાન પંચાયત યોજશે.  2 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી કિસાન પંચાયતોનું આયોજન કરાયું છે.  જેમાં ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ ખેડૂત સુધી પહોંચાડવામાં આવશે. સરકારની ખેડૂતલક્ષી યોજનાઓની જાગૃતિ માટે રોડ મેપ તૈયાર કરાયો છે. 

ગુજરાતના ખેડૂતોને લાભ થાય તેવા પ્રયાસો

મહત્વનુ છે કે રાજ્યમાં ખેડૂત મતદારોને આકર્ષવા માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાછે.  ગુજરાતના ખેડૂતોને લાભ થાય તે પ્રમાણેના કાર્યો કરવામાં આવી રહ્યા છે.  ત્યારે સાબર ડેરીના લોકાર્પણ પ્રસંગે પીએમ મોદીએ ખેડૂતો માટે એક મહત્વનું નિવેદન આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે દેશમાં 10,000 ફાર્મર પ્રોડ્યુસર એસોસિએશનની (ખેડૂત ઉત્પાદક સંગઠનો) રચનાનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. આનાથી નાના ખેડૂતો ફૂડ પ્રોસેસિંગ, વેલ્યુ લિંક્ડ એક્સપોર્ટ અને સપ્લાય ચેઈન સાથે જોડાઈ શકશે. મોદીએ કહ્યું કે આને કારણે ગુજરાતના ખેડૂતોને ઘણો લાભ થશે.

જાણો શું છે ખેડૂત ઉત્પાદક સંગઠનો

સરકારે 10,000 ખેડૂત ઉત્પાદક સંગઠનોની રચના કરવાની જાહેરાત કરી છે. ખેડૂત ઉત્પાદક સંગઠનોના દરેક સભ્યને 2 હજારની રકમ આપવામાં આવશે. તે ઉપરાંત દરેક ખેડૂત ઉત્પાદક સંગઠનને 2 કરોડની લોન પણ મળશે. 

3 કરોડથી વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ 

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે અમારી સરકારે છેલ્લા બે વર્ષમાં વિશેષ અભિયાન ચલાવીને 3 કરોડથી વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ પણ આપ્યા છે. તેમણે કહ્યું કે ખેડૂતોને મદદ કરવા અને કૃષિને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં, સરકારે છેલ્લા 2 વર્ષમાં એક વિશેષ અભિયાન ચલાવીને 3 કરોડથી વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ પણ આપ્યા છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

કિસાન પંચાયત કિસાન મોરચો ખેડૂતો ગુજરાત વિધાનસભા ભાજપ Gujarat Elections 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ