ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:08 PM, 23 September 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
મધ્યપ્રદેશ રીવા લોકસભા સીટથી બીજેપી સાંસદ જનાર્દન મિશ્રા પોતાના અનોખા અંદાજ અને લીગથી હટીને કામને લઇને ચર્ચાઓમાં બની રહે છે. પણ આ વખતે તેમનો એક એવો વીડિયો સોશિયલ મિડીયા પર વાયરલ થઇ રહ્યો છે, જે જોઇને તમે હેરાન રહી જશો. આ વાડિયો જોઇને અમુક લોકો તેમનાં વખાણ કરી રહ્યા છે, તો અમુક લોકો કમેન્ટ્સ કરીને તેમનાં પર નિશાન સાધી રહ્યા છે. સાંસદ મહોદય આ વાડિયોમાં એક ગંદા ટોયલેટને સાફ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ટોયલેટ ગંદુ જોઈને પોતે જ કરવા લાગ્યા સફાઇ
સાંસદ જનાર્દન મિશ્રા ગુરુવારે પોતાના રીવા જિલ્લાના મઉગંજમાં સ્થિત ખટખરી એક સ્કૂલમાં પહોંચ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીના જન્મદિવસના અવસર પર ભાજપા યુવા મોરચા દ્વારા છોડ વાવવાનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ સાંસદ અચાનક સ્કૂલનાં ટોયલેટનું નિરીક્ષણ કરવા ગયા હતા. આ દરમિયાન તેમને આ ટોયલેટમાં ગંદકી જોવા મળી હતી. પહેલા તો તેમણે ત્યાં હાજર કર્મચારીઓને ફટકાર લગાવી. ત્યાર બાદ પોતે જ ટોયલેટની સફાઇ કરવા લાગ્યા.
पार्टी द्वारा चलाये जा रहे सेवा पखवाड़ा के तहत युवा मोर्चा के द्वारा बालिका विद्यालय खटखरी में वृक्षारोपण कार्यक्रम के उपरांत विद्यालय के शौचालय की सफाई की।@narendramodi @JPNadda @blsanthosh @ChouhanShivraj @vdsharmabjp @HitanandSharma pic.twitter.com/138VDOT0n0
— Janardan Mishra (@Janardan_BJP) September 22, 2022
ADVERTISEMENT
પીએમ મોદીથી લઈને સીએમ શિવરાજને પણ કર્યા વીડિયોમાં ટેગ
જણાવી દઇએ કે ટોયલેટની સફાઇ કર્યાનો 45 સેકન્ડનો આ વીડિયો જનાર્દન મિશ્રાએ ખુદ સોશિયલ મીડિયા પર શેર કરેલો છે. તેમણે આ વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, BJP રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા , મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, મધ્યપ્રદેશ ભાજપા અધ્યક્ષ વીડી શર્મા અને હિતાનંદ શર્માને ટેગ કરીને વીડિયો ટ્વિટ કર્યો છે.
ADVERTISEMENT
સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂક્યા છે સાંસદ
જણાવી દઇએ કે સાંસદ જનાર્દન મિશ્રા આ પહેલા પણ શૌચાલયોની સફાઇ અને ગંદી શેરીઓમાં ગંદા નાલાની પણ સફાઇ કરતાં જોવા મળ્યા છે. તેઓ સફાઇ કરીને સ્વચ્છતાનો સંદેશ આપી રહ્યા છે. 2014માં બીજેપી સાંસદ જનાર્દન મિશ્રાને સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ