બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં મહિલા સાથે અનૈતિક સંબંધ રાખનાર ભાજપ નેતા સસ્પેન્ડ, ગુપ્ત ચેટ વાયરલ
નવસારીમાં ભાજપ પાર્ટીને બદનામ કરે તેવી ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈને ભાજપ પાર્ટીનું નામ ખરડાઈ શકે છે. વાત જાણે કે એમ છે કે નવસારી જિલ્લા મહામંત્રી જીગ્નેશ નાયકને લફડાકાંડમાં પકડાયા છે, નેતાએ મહિલા સાથે કરેલી તમામ વોટ્સએપ ચેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હોવાનું સામે આવ્યું છે. નેતા સામે પાર્ટી દ્વારા મોટી કાર્યવાહી પણ કરવામાં આવી છે. અને પક્ષમાંથી શિસ્ત ભંગના પગલાના ભાગરૂપે કરવામાં આવ્યા સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા મહામંત્રીનું અન્ય મહિલા સાથે અફેર પકડાઈ જતા આ કાર્યવાહી કરવામાં આવી છે. જીગ્નેશ નાયક અને મહિલાની ચેટ પણ થઈ હતી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. મહિલાના પતિ ભાજપ નેતા જીગ્નેશ નાયકને 3 કરોડના બદનક્ષીના દાવાની નોટીસ પણ આપી હોવાનું સુત્ર તરફથી જાણવા મળ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT

શું છે સમગ્ર મામલો
ADVERTISEMENT
નવસારીમાં ભાજપના જિલ્લા મહામંત્રી જીગ્નેશ નાયકને લફડાકાંડ પ્રકરણમાં પકડાયા હતા જે બાદ પાર્ટી દ્વારા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. મહિલાના પતિએ તેમની સામે બદનક્ષીની નોટીસ આપી હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે.જીગ્નેશ નાયક અને મહિલાની ચેટ પણ થઈ હતી સોશિયલ મીડિયામાં વાયરલ, જેના આધારે શિસ્ત ભંગના પગલાના ભાગરૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.