બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / BJP leader Nitin Patel's statement on Dhirendra Shastri's divine court

રાજકારણ / ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના આયોજન પર નીતિન પટેલનું મોટું નિવેદન, કહ્યું ઘણી વખત..

Dinesh

Last Updated: 05:27 PM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ગુજરાતમાં દિવ્ય દરબારને લઈ નીતિન પટેલ કહ્યું કે, ગુજરાતમાં તેમના શું કાર્યક્રમો છે તે અંગે મને કોઈ માહિતી નથી તેમજ અંગત રીતે મને આ બાબતમાં કોઈ રસ પણ નથી.

  • ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પર ભાજપ નેતા નીતિન પટેલનું નિવેદન
  • ઘણી વખત TVમાં તેમના કાર્યક્રમો જોઉ છુઃ નીતિન પટેલ
  • ગુજરાતમાં તેમના શું કાર્યક્રમો છે તે અંગે મને કોઈ માહિતી નથીઃ નીતિન પટેલ


બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ આવવાના છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર સરકારનો દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યો છે. જેને લઈને લોકલ કમિટી પણ બનાવવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 1 જૂન અને 2 જૂનના રોજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર ભરાશે. જેને લઈ નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે.


 
'અંગત રીતે મને આ બાબતમાં કોઈ રસ પણ નથી'
ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના આયોજન અંગે નીતિન પટેલ બોલ્યા છે કે, ઘણી વખત TVમાં તેમના કાર્યક્રમો જોઉ છુ અને ગુજરાતમાં તેમના શું કાર્યક્રમો છે તે અંગે મને કોઈ માહિતી નથી તેમણે વધુમાં કહ્યું કે, અંગત રીતે મને આ બાબતમાં કોઈ રસ પણ નથી.

ગુજરાતમાં યોજાશે બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વર્તમાનમાં તેમની આધ્યાત્મિક આભાથી લોકોના જીવનની સમસ્યાનું સમાધાન કરવા બાબતે ખૂબ જ દેશ–વિદેશમાં લોકપ્રિય થયા છે, સાથે જ તેઓ સનાતન ધર્મની પુન:સ્થાપના અને હિન્દુ રાષ્ટ્ર્ર વિશે પણ ખુલીને પોતાની વાત ખૂબ જ સ્પષ્ટ્તાપૂર્વક મુકી રહ્યા છે. જેના કારણે તેઓ આજની યુવા પેઢીમા પણ અતિ લોકપ્રિય બન્યા છે. ગુજરાતના વિવિધ સ્થળોએ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર લાગવાનો છે.

અમદાવાદમાં 29 અને 30 મેના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રીનો ભરાશે દરબાર
અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં 2 દિવસ માટે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે, આગામી 29 અને 30 મેના રોજ ઘાટલોડીયાના ચાણક્યપુરી ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર  ભરાશે. જેનું આયોજન રાધિકા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. આયોજક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બાબા બાગેશ્વરનો અમદાવાદમાં દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે. અંદાજે સવા લાખ લોકો માટે વ્યવસ્થા કરાશે. આ માટે અમે મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પણ આમંત્રણ આપીશું. સાથે જ ધારાસભ્ય, કાઉન્સિલર, ચેરમેન, મેયરને પણ આમંત્રણ આપવામાં આવશે. 

મહારાજ કોઈ તાંત્રિક નથીઃ આયોજક
બાબા બાગેશ્વરનો દરબાર યોજાય તે પહેલા વિરોધ શરૂ થઈ ચૂક્યો છે. જેના વિશે વાત કરતા આયોજકે જણાવ્યું કે, 'મહારાજ કોઈ તાંત્રિક નથી. મહારાજ બધાના સવાલોના જવાબ આપશે, તમામના જે પ્રશ્નો છે તેના મહારાજ જવાબ આપશે. અરજીનો સ્વીકાર થાય તો સ્ટેજ પર એ વ્યક્તિને બોલાવાશે.' 

સુરતના નિલગીરી મેદાન ખાતે યોજાશે કાર્યક્રમ
26 અને 27 મેના રોજ સુરત ખાતે પણ બાબા બાગેશ્વરનો કાર્યક્રમ યોજવાનો છે. શહેરના લિંબાયતના નિલગીરી મેદાન ખાતે બાબા બાગેશ્વરનો કાર્યક્રમ યોજવાનો છે. નિલગીરી મેદાનમાં સાંજે 5થી રાતના 10 વાગ્યા સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાશે. આ પહેલા સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનો વિરોધ થઈ રહ્યો છે. સુરતમાં અંધશ્રદ્ધા નિવારણ શાખાએ કાર્યક્રમનો વિરોધ કર્યો છે. અંધશ્રદ્ધા નિવારણ શાખાએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ રદ કરવાની માંગણી કરી છે. આ માટે સુરત કલેક્ટર અને પોલીસ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં કાર્યક્રમથી અંધશ્રદ્ધા ફેલાતી હોવાથી મંજૂરી ન આપવા માંગ કરી છે. 

રાજકોટના રેસકોર્સ મેદાનમાં ભરાશે બાબાનો દિવ્ય દરબાર
બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ પણ આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર સરકારનો દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યો છે. જેને લઈને લોકલ કમિટી પણ બનાવવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 1 જૂન અને 2 જૂનના રોજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર ભરાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ