ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પાર્ટીઓ કામે લાગી ગઇ છે. એક તરફ પ્રજાને રિઝવવા માટે વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ભેટ આપવામાં આવી રહી છે તો બીજી તરફ પક્ષ દ્વારા આંતરિક મૂલ્યાંકન પણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા ભાજપે કવાયત હાથ ધરી છે. આ વખતે ભાજપ ટિકિટ આપવામાં કેવી થિયરી અપનાવશે, કોને રિપીટ નહી કરે અને કયા આધારે ટિકિટની ફાળવણી કરવી તે તમામને લઇને ભાજપ દ્વારા આંતરિક મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ટિકિટ ફાળવણીમાં પર્ફોમન્સ ભજવશે મહત્વની ભૂમિકા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકિટ ફાળવણી કરવામાં જો કોઇ મહત્વની ભૂમિકા ભજવે તો તે છે પર્ફોમન્સ. ધારાસભ્યોનું પર્ફોમન્સ કેવુ છે તેના આધારે ટિકિટ ફાળવણી કરવામાં આવશે. જે તે મત વિસ્તારમાં ધારાસભ્યોની કામગીરી, કોરોના કાળમાં કરેલી કામગીરી વગેરેને જોઇને તેઓને આગળ રિપીટ કરવા કે નહી તે તમામ બાબતોને ધ્યાને રાખવામાં આવશે. ભાજપના આંતરિક મૂલ્યાંકનને લોકોનું સમર્થન મળી રહ્યું છે. પરંતુ ધારાસભ્યોની વ્યક્તિગત કામગીરીથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. એટલે વ્યક્તિગત કામગીરીને આધારે ધારાસભ્યોની ટિકિટ કપાઇ શકે છે.
ADVERTISEMENT

નવા-યુવા ચહેરાઓને મળી શકે છે સ્થાન
ADVERTISEMENT
તો આ તરફ ભાજપના કેટલાક ધારાસભ્યો સામે નો રિપીટનું જોખમ તોળાઇ રહ્યુ છે. કારણ કે આ વખતે ભાજપ નવા અને યુવા ચહેરાઓને વધુ સ્થાન આપે તેવી શક્યતા છે.ઉમેદવારોની નો રિપીટ થિયરીમાં પર્ફોમન્સને અગ્રિમતા આપવામાં આવશે. ધારાસભ્યોની 60 વર્ષથી વધારે ઉંમરને પણ ધ્યાનમાં લેવાય તેવી શક્યતા છે. કેટલાક સિટીંગ એમએલએ છે જેઓ સ્થાનિક સમસ્યા હોય કે કોરોનાની સમસ્યા આ તમામના બેઝ પર પર્ફોમન્સ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા રિપોર્ટ કાર્ડ તૈયાર કરાવવામાં આવી રહ્યુ છે નિષ્ક્રિય ધારાસભ્યોને રિપીટ ન કરવા માટે ભાજપે તૈયારી બતાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ