બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / birthday boy ranbir kapoor his biggest movie secret know here

B'day Spl / રણબીર કપૂર છે અસલી રોકસ્ટાર, તેની ફિલ્મોથી જોડાયેલા આ સીક્રેટ જાણીને થશે આશ્ચર્ય

Published By: Noor

Last Updated: 11:15 AM, 28 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાની દરેક ફિલ્મમાં જબરજસ્ત એક્ટિંગથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર રણબીર કપૂરનો આજે 39મો જન્મદિવસ છે. ત્યારે આજે અમે તમને તેની ફિલ્મો વિશે કેટલીક ખાસ વાતો જાણાવીશું.

  • રણબીર કપૂરનો આજે 39મો જન્મદિવસ 
  • રિયલમાં રોકસ્ટાર છે રણબીર કપૂર
  • તેની ફિલ્મોના સીક્રેટ્સ છે જાણવા જેવા

રણબીરે તેના કરિયરમાં એકથી એક ચડિયાતી ફિલ્મો આપી છે. તે દરેક કેરેક્ટરમાં જીવ રેડી દે છે. તેણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'સાંવરિયા'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાલ બતાવી શકી નહોતી. રણબીર કપૂર કપૂર પરિવારનો સભ્ય છે પરંતુ તેણે પોતાના કામના કારણે દર્શકોના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું છે. તેના જન્મદિવસ પર અમે તેની કેટલીક ખાસ ફિલ્મો સાથે જોડાયેલી કેટલીક એવી સીક્રેટ વાતો જણાવીશું જે કોઈ જાણતું નથી.

ટોવેલ ડાન્સ

રણબીર કપૂરે તેની પહેલી ફિલ્મ 'સાંવરિયા'માં ટોવેલ ડાન્સ કર્યો હતો. ટોવેલ ડાન્સને કારણે તે ઘણો ચર્ચામાં રહ્યો હતો. પણ ઇત્તેફાકની વાત એ છે કે રણબીર કપૂર અને રિષી કપૂર બંનેએ તેમની પહેલી ફિલ્મમાં ટોવેલ ડાન્સ કર્યો હતો.

60-70 બોક્સર્સ ટ્રાય કર્યા 

રણબીર કપૂરને જયારે 'વેક અપ સિડ' ઓફર થઇ હતી, ત્યારે ફિલ્મનું ટાઇટલ આ નહોતું. ફિલ્મની કહાની સાંભળ્યા બાદ રણબીરે જ ફિલ્મનું નામ 'વેક અપ સિડ' રાખ્યું હતું. પહેલાં સીનના શૂટ સમયે રણબીર કપૂરે આશરે 60-70 બોક્સર ટ્રાય કર્યા હતા. ફિલ્મમાં પહેરેલા તમામ બોક્સર રણબીરના પોતાના હતા.

ફિલ્મ રોકસ્ટારમાં થયું કંઈક આવું

રણબીર કપૂર તેની ફિલ્મોના દરેક સીનને લઈને ખૂબ જ ગંભીર રહે છે. 'રોકસ્ટાર'ના તમામ સીન પણ રિવર્સ ઓર્ડરમાં શૂટ કરવામાં આવ્યા હતા જેથી તેની હેરસ્ટાઇલ પરફેક્ટ રહે. સાથે જ રણબીરે આ ફિલ્મ માટે ગિટાર પણ શીખ્યું હતું

બર્ફી

બર્ફી રણબીરની એવી ફિલ્મ છે જેને દરેક ઉંમરના લોકોએ પસંદ કરી આ ફિલ્મમાં તેનો રોલ ચાર્લી ચેપલીન અને મિસ્ટર બીનથી ઈન્સ્પાયર હતો. બર્ફી માટે રણબીર કપૂર ડિરેક્ટરની પહેલી અને એકમાત્ર પસંદ હતો. રણબીરે ફિલ્મ પહેલાં પોતાને લાંબા સમય સુધી એક રૂમમાં બંધ રાખ્યો હતો. 

'તમાશા' સહેલી નહોતી

'તમાશા' ફિલ્મ કરતાં પહેલાં રણબીર અને દીપિકાનું બ્રેકઅપ થઇ ગયુ હતું. ફિલ્મના ગીત 'અગર તુમ સાથ હો..'ની શૂટિંગ બંને માટે સહેલી ન હતી. આ ગીતને શૂટ કરવા માટે તેમને જૂનાં સમયને યાદ કર્યો હતો જેથી તે ઇમોશન્સ આ ગીતમાં આવી શકે.

'સંજૂ'માં પણ લાગ્યો શાનદાર

સંજૂ ફિલ્મમાં રણબીર કપૂર પોતાને સંપૂર્ણપણે ટ્રાન્સફોર્મ કરવામાં સફળ રહ્યો. જેમાં તે એકદમ સંજય દત્ત જેવો લાગતો હતો. આ ફિલ્મમાં તે વજન ઘટાડવાથી લઈને વજન વધારવા સુધી અને બોડી બનાવવા માટે ઘણી મહેનત કરી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Ranbir Kapoor birthday boy movie secret B'day Spl

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ