બ્રેકિંગ ન્યુઝ

logo
logo

તોફાની પવનના કારણે હવાઈ મુસાફરી પર અસર, પવનના કારણે કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી

logo

દેશમાં લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં 63.06 ટકા મતદાન

logo

અમદાવાદમાં વરસાદ

logo

ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

VTV / ગુજરાત / રાજકોટ / Biggest revelation in IT probe on Rajkot's Ladani Builders Group

ખુલાસો / 500 કરોડના બેનામી વ્યવહારો છૂપાવવા બિલ્ડર્સે મકાન રાખ્યું: રાજકોટમાં IT રેડ બાદ સૌથી મોટો ખુલાસો

Vishal Khamar

Last Updated: 12:34 PM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટનાં લાડાણી બિલ્ડર્સ ગ્રુપ પર આઈટીની તપાસમાં સૌથી મોટો ખુલાસો થવા પામ્યો છે. આઈટી વિભાગ દ્વારા કાળાનાણાંનો હિસાબ સામાન્ય મકાનમાં છૂપાવ્યો હતો. ઈન્કમટેક્ષ વિભાગે 27 ફેબ્રુઆરીએ લાડાણ જૂથનાં 30 પરિસરો પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

રાજકોટના લાડાણી બિલ્ડર્સ ગ્રુપ આઈટીની તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. 500 કરોડનાં કાળાનાણાનો હિસાબ સામાન્ય મકાનમાં છુપાવ્યો હતો. યુનિવર્સિટી રોટ પર પીજીવીસીએલ ની ઓફીસ પાછળ મકાન ભાડે રાખ્યું હતું. સામાન્ય મકાનમાં 500 કરોડનાં કાળાનાણાંનો હિસાબ મળ્યો છે. આઈટી વિભાગ દ્વારા સીસીટીવી ચેક કરતા ડેટા છુપાવ્યો હતો તે જગ્યાની માહિતી મળી હતી.  500 કરોડના બેનામી રૂપિયાનો હિસાબ ન પકડાય તે માટે સામાન્ય મકાનમાંથી વહીવટ ચાલતો હતો. ઈન્કમટેક્ષ વિભાગે 27 ફેબ્રુઆરીએ લાડાણી જૂથનાં 30 પરિસરો પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આવકવેરા વિભાગે 500 કરોડનાં બેનામી વ્યવહારો ઝડપ્યા હતા. 

આઈટી વિભાગે પોલીસની મદદથી લગભગ 450 CCTV કેમેરા ચેક કર્યા 
આઈટી વિભાગે ટેકનોલોજીની મદદથી 500 કરોડની ટેક્સ ચોરી પકડી હતી. આઈટી વિભાગે પોલીસની મદદથી લગભગ 4500 સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. યુનિવર્સિટી રોડ પર પીજીવીસીએલની ઓફીસ પાછળ આવેલા સામાન્ય મકાન જેવા વિસ્તારમાં એક રૂમમાં તપાસ કરતા આવક ચોરીના તમામ પુરાવા મળ્યા હતા. કંપનીનાં બ્લેકમનીને સાચવવાનું તથા તેને હેન્ડલ કરવાનું કામ કંપનીના એકાઉન્ટન્ટ અંકિત શિરા અને રાજ સિસોદિયા કરતા હતા. ત્યારે પુરાવા ન મળે તે માટે એકદમ ભંગાર હાલતમાં હોય તેવી જગ્યા પસંદ કરવામાં આવી હતી. 

વધુ વાંચોઃ હું તમને છોડીને જઉં છું કારણ કે PSI મને ટૉર્ચર કરે છે: સુરતમાં આપઘાત કરનાર પ્રૌઢની સુસાઇડ નોટ વાંચી ધ્રુજી જશો

રેઇડ દરમિયાન 10મા માળેથી ફેંકવામાં આવેલ ફોન રિકવર કરવામાં આવ્યો
ઈન્કમટેક્ષ વિભાગે 27 ફેબ્રુઆરીએ લાડાણી જૂથ અને તેના નિકટના લોકોના 30 પરિસરો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. રેડ દરમ્યાન 10 મા માળેથે ફેંકવામાં આવેલ ફોન રિકવર કરવામાં આવ્યો છે. તેમાંથી ડેટા મેળવવા માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં અંકિત શિરા અને તેની પત્નિ એક સુટકેશ લઈને જતા હતા. સુટકેશનું પગેરૂ શોધતા તેમાંથી 1.25 કરોડ રૂપિયા નીકળ્યા હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ