બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / Big blow to BRS in Telangana: Former Deputy Chief Minister holds hands of Congress
Last Updated: 03:19 PM, 1 April 2024
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા એક મોટા સમાચાર સામે આવી છે. વાત જાણે એમ છે કે, ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ને લોકસભા ચૂંટણી પહેલા મોટો આંચકો લાગ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી કાદીયામ શ્રીહરિ રવિવારે (31 માર્ચ) તેમની પુત્રી કાવ્યા સાથે કોંગ્રેસમાં જોડાયા. તેમણે મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને કોંગ્રેસના તેલંગાણા પ્રભારી દીપા દાસમુન્શીની હાજરીમાં ઔપચારિક રીતે કોંગ્રેસનું સભ્યપદ મેળવ્યું.
વિગતો મુજબ ગયા વર્ષની વિધાનસભા ચૂંટણીમાં શ્રીહરિએ સ્ટેશન ઘનપુર બેઠક પરથી BRS ટિકિટ પર ચૂંટણી લડી હતી અને જીતી હતી. જ્યારે કાવ્યાને આગામી લોકસભા ચૂંટણીમાં વારંગલ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે . જોકે થોડા દિવસો પહેલા કાવ્યાએ BRSની ટિકિટ પર ચૂંટણી નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT
#WATCH | Hyderabad, Telangana: BRS MLA Kadiyam Srihari and his daughter Kadiyam Kavya join Congress in the presence of Telangana CM Revanth Reddy. pic.twitter.com/C1P1Oe2jEJ
— ANI (@ANI) March 31, 2024
ADVERTISEMENT
ભૂતપૂર્વ MLC બી મોહન રેડ્ડી કોંગ્રેસમાં જોડાયા
આ પહેલા બી મોહન રેડ્ડીએ રાજીનામું આપતા દાવો કર્યો હતો કે તેમને પાયાના નેતાઓ તરફથી કોઈ સમર્થન મળ્યું નથી અને સામાન્ય ચૂંટણીઓમાં પાર્ટીને ઘણી બેઠકો પર હારનો સામનો કરવો પડશે તેવી સંભાવના વ્યક્ત કરી હતી. આ દરમિયાન BRS નેતા અને પૂર્વ MLC બી મોહન રેડ્ડી પણ કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ દીપા દાસમુનશીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા.
વધુ વાંચો: થઇ જાઓ ટેન્શન મુક્ત, નહીં વધે ટોલ ટેક્સ રેટ, લાગુ રહેશે જૂના જ ભાવ, જાણો વિગત
TDPથી શરૂઆત
ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા શ્રીહરિએ પોતાની કારકિર્દી તેલુગુ દેશમ પાર્ટી (TDP) સાથે શરૂ કરી હતી. તેઓ સૌપ્રથમ ઘનપુર સ્ટેશનથી વિધાનસભામાં ચૂંટાયા હતા. અવિભાજિત આંધ્ર પ્રદેશમાં તેમણે TDPની આગેવાની હેઠળની સરકારોમાં સિંચાઈ, શિક્ષણ, સામાજિક કલ્યાણ અને માર્કેટિંગ જેવા પોર્ટફોલિયો સંભાળ્યા હતા. 2013માં તેઓ BRS (તત્કાલીન TRS) માં જોડાયા અને વારંગલ લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા. જોકે તેલંગાણામાં પ્રથમ વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ તેમણે સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી તેમને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વિવાદ / કોણ છે IAS સ્મિતા સભરવાલ?, સોશિયલ મીડિયા પર કેમ થઈ રહી છે ટ્રોલ, જાણો મામલો
Nidhi Panchal
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.