બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / big bash league win Perth Scorchers

VIDEO / જીતના ઉન્માદમાં ભાન ભૂલ્યા ખેલાડીઓ, ફાઈનલ મેચ જીતી જતાં મેદાનમાં લોહીયાળ જશ્ન મનાવ્યો

Published By: Pravin

Last Updated: 11:34 AM, 29 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પર્થ સ્કોચર્સ (Perth Scorchers) એ બિગ બૈશ લીગ 2022 (Big bash league)નો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ જીતનો જશ્ન અત્યંત ખરાબ રીતે કરવામાં આવ્યો હતો.

  • ફાઈનલમાં સિડનીને 79 રને હરાવ્યું
  • પર્થ સ્કોચર્સે બિગ બૈશ લીગનો ખિતાબ જીત્યો
  • જશ્નમાં ભાન ભૂલ્યા ખેલાડીઓ

પર્થ સ્કોચર્સ (Perth Scorchers) એ બિગ બૈશ લીગ 2022 (Big bash league)નો ખિતાબ પોતાના નામે કર્યો છે. પર્થનો આ ચોથો ખિતાબ હતો. ખિતાબી જીત સાથે પર્થના જશ્નને જોતા લાગી રહ્યું હતું કે, તેની જીત બાકીની જીત જેવી નહોતી. ફાઈનલમાં સિડની સિક્સર્સને 79 રને હરાવ્યા બાદ પર્થે એકદમ ખરાબ રીતે જશ્ન મનાવ્યું હતું. તેનો આ જશ્ન એટલો ખતરનાક સાબિત થયો કે, આ દરમિયાન ઝાય રિચર્ડસન (Jhye Richardson) ગંભીર રીતે ઘાયલ પણ થયો હતો અને તેના નાકમાં લોહી પણ નિકળવા લાગ્યું હતું. 

આ જશ્ન દરમિયાન રિચર્ડસના નાક પર ગંભીર ઈજા થઈ હતી. જેના કારણે તેના નાકમાંથી લોહી નિકળવા લાગ્યું હતું. રિચર્ડસનની ઈજાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે આટલું ખરાબ રીતે વાગ્યું હોવા છતાં પણ હસતો દેખાઈ રહ્યો છે. મેચની વાચ કરીએ તો, ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી પર્થ સ્કોચર્સના કેપ્ટન એશ્ટન ટર્નર અને લોરી એવાન્સની શાનદાર ઈંનિગ્સના કારણે સિક્સર્સની સામે જીત માટે 172 રનનો ટાર્ગેટ રાખ્યો હતો.

 

સિક્સર્સની ટીમ 16.2 ઓવરમાં 92 રન પર સમેટાઈ ગઈ હતી. પર્થ સ્કોચર્સ સૌથી વધારે બીબીએસ ખિતાબ જીતનારી ટીમ બની ગઈ છે. પર્થ માટે 76 રનની ઈનિંગ્સ રમનારા લોરી એવાન્સને પ્લેયર ઓફ દ મૈચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તો વળી ઓસ્ટ્રેલિયાના ધૂંઆધાર બેટ્સમેન બેન મૈક્ડરમોટ પ્લેયર ઓફ દ સીરીઝ રહ્યો હતો. રિચર્ડસને 2 વિકેટ લીધી હતી. સિડની સિક્સર્સની ટીમે 2019-20 અને 2020-21માં બીબીએસનો ખિતાબ જીત્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Big Bash League Cricket Perth Scorchers Sports News ગુજરાતી ન્યૂઝ Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ