ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ભારત / Budget 2024 / Budget / બજેટ પૂર્ણ થતા જ રેલવે મંત્રીએ આપ્યાં ગુડ ન્યુઝ, સીધો મિડલ ક્લાસને થશે ફાયદો

Budget 2024 / બજેટ પૂર્ણ થતા જ રેલવે મંત્રીએ આપ્યાં ગુડ ન્યુઝ, સીધો મિડલ ક્લાસને થશે ફાયદો

Last Updated: 01:06 PM, 24 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Budget 2024 Latest News : બજેટ સમાપ્ત થયા પછી તરત જ કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરોડો રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર આપ્યા

ADVERTISEMENT

Budget 2024 : નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે 23 જુલાઈના રોજ સંસદમાં મોદી સરકાર 3.0 નું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. બજેટની રજૂઆત દરમિયાન દેશની જનતાની નજર રેલવેને લગતી જાહેરાતો પર પણ ટકેલી હતી. જોકે આ સમગ્ર સામાન્ય બજેટ દરમિયાન રેલવે શબ્દનો માત્ર એક જ વખત ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ બજેટ સમાપ્ત થયા પછી તરત જ કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરોડો રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર આપ્યા છે.

મધ્યમ વર્ગના પરિવાર માટે 2500 નોન એસી કોચ

રેલવે મંત્રીએ મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા પરિવારોને ખુશખબર આપતા કહ્યું છે કે, ભારતીય રેલવે હાલમાં 2500 નોન-એસી કોચ બનાવી રહી છે. આ સાથે આગામી 3 વર્ષમાં 10 હજાર વધારાના નોન-એસી કોચ બનાવવામાં આવશે. ભારતીય રેલ્વેનો ઉદ્દેશ્ય ઓછી આવક ધરાવતા અને મધ્યમ વર્ગના પરિવારોને પોસાય તેવા ભાવે સુરક્ષિત રીતે મુસાફરી કરવા સક્ષમ બનાવવાનો છે.

નોન-એસી મુસાફરીની માંગ વધી

ભારતીય રેલ્વેએ છેલ્લા કેટલાક વર્ષોમાં વંદે ભારત ટ્રેનો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારતીય રેલવે દ્વારા એક પછી એક નવી વંદે ભારત ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. આ મુદ્દે જ્યારે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને પૂછવામાં આવ્યું કે, શું ભારતીય રેલ્વેનું ધ્યાન માત્ર વંદે ભારત અને ફ્લેગશિપ ટ્રેનો પર રહેશે, ગરીબો માટેની ટ્રેનો પર નહીં. પ્રશ્નના જવાબમાં રેલ્વે મંત્રીએ કહ્યું કે, અમારી પાસે મોટી ઓછી આવક ધરાવતું જૂથ છે અને અમે તે જૂથને સંબોધિત કરી રહ્યા છીએ.

વધુ વાંચો : બજેટની કઈ-કઈ જાહેરાતોથી તમને થશે ફાયદો કે નુકસાન? સમજો માત્ર 6 જ મિનિટમાં

આ સાથે રેલમંત્રીએ કહ્યું કે, હાલમાં વધુને વધુ લોકો નોન એસી મુસાફરી સેવાઓની માંગ કરી રહ્યા છે. તેથી ભારતીય રેલ્વેએ એક ખાસ અભિયાન શરૂ કર્યું છે. અમે 2500 નોન-એસી કોચ બનાવી રહ્યા છીએ. આગામી 3 વર્ષમાં અમે નિયમિત ઉત્પાદન સમયપત્રક ઉપરાંત વધારાના 10000 નોન-એસી કોચનું ઉત્પાદન કરીશું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

railway minister non AC coaches Budget 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ