બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Bhakshak Trailer: The trailer of Bhakshak based on the horrific incident in Bihar

VIDEO / ભક્ષકનું દમદાર ટ્રેલર: સત્ય ઘટના પર આધારિત 2 મિનિટ 39 સેંકન્ડનો ફિલ્મી ડ્રામા જોવા જેવો

Pravin Joshi

Last Updated: 11:24 PM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર તેની આગામી ફિલ્મ 'ભક્ષક'ને લઈને ચર્ચામાં છે. શાહરૂખ ખાન અને ગૌરી ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝના બેનર હેઠળ બનેલી 'ભક્ષક'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

  • અભિનેત્રી ભૂમિ પેડનેકર તેની આગામી ફિલ્મ 'ભક્ષક'ને લઈને ચર્ચામાં
  • બિહારની ભયાનક ઘટના પર આધારિત 'ભક્ષક'નું ટ્રેલર રિલીઝ
  • ટ્રેલર રિલીઝ થતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર છવાઈ ગયું

બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકર તેની આગામી ફિલ્મ 'ભક્ષક' માટે સતત ચર્ચામાં છે. ભૂમિની અગાઉની ઘણી ફિલ્મો એક પછી એક ફ્લોપ સાબિત થઈ છે. આવી સ્થિતિમાં હવે તેને અને ચાહકોને ‘ભક્ષક’ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. મેકર્સે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. રિલીઝ થતાની સાથે જ દરેક જગ્યાએ 'ભક્ષક'ના ટ્રેલરની જ ચર્ચા થઈ રહી છે. બિહારની ભયાનક ઘટના પર આધારિત આ ફિલ્મમાં ભૂમિ એક તીક્ષ્ણ ભાષાવાળા પત્રકારની ભૂમિકામાં જોવા મળશે.

ન્યાય માટે લડત

'ભક્ષક'માં ભૂમિ પેડનેકરનું પાત્ર એક ઇન્વેસ્ટિગેટિવ પત્રકારનું હશે. જે પોતાની સમજ અને દિમાગથી ન્યાય માટે લડતી જોવા મળશે. જેમાં સંજય મિશ્રા પણ તેને સપોર્ટ કરતા જોવા મળે છે. આ ફિલ્મમાં આદિત્ય શ્રીવાસ્તવ લીડ રોલમાં જોવા મળશે. ટ્રેલર જોયા બાદ ફિલ્મની વાર્તા ઘણી હદ સુધી સ્પષ્ટ થઈ જાય છે. ટ્રેલરમાં જોઈ શકાય છે કે ભૂમિ ગર્લ્સ હોમમાં છોકરીઓ સાથે થઈ રહેલા જઘન્ય અપરાધો વિશે સત્યને બધાની સામે લાવવાનો પ્રયાસ કરતી જોવા મળે છે.

ફિલ્મમાં દેશમાં બનતી ઘણી ઘટનાઓને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો 

સત્યની લડાઈમાં ભૂમિને પોતાના જીવની પણ પરવા નથી. તમને જણાવી દઈએ કે 'ભક્ષક'નું ટ્રેલર જોયા પછી વર્ષ 2018માં બનેલા બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમ રેપ કેસની કહાની યાદ આવે છે. ટ્રેલરમાં ભૂમિના બિહારી એક્સેન્ટ પણ જોઈ શકાય છે. પુલકિતે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. નિર્દેશક 'ભક્ષક' વિશે કહે છે કે આ વાર્તા માત્ર બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમ રેપ કેસની નથી, પરંતુ આ ફિલ્મમાં દેશમાં બનતી આવી ઘણી ઘટનાઓને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભૂમિ પેડનેકરની 'ભક્ષક' શાહરૂખ ખાન અને ગૌરી ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝના બેનર હેઠળ બની છે. આ ફિલ્મ ગૌરવ વર્મા અને ગૌરી ખાન દ્વારા બનાવવામાં આવી છે. સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ માટે તૈયાર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ