ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Bhabiji ghar par hain death news of actor Jeetu Gupta son Ayush

દુ:ખદ / બોલીવૂડથી આવ્યા માઠા સમાચાર: ભાભીજી ઘર પર હૈનાં શૉમાં એક દુ:ખદ ઘટના, એક્ટરના જવાન પુત્રએ ગુમાવ્યો જીવ

Published By: Dhruv

Last Updated: 05:37 PM, 28 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિપેશ ભાન કે જે ભાભીજી ઘર પર હૈનાં શૉમાં મલખાનનું પાત્ર ભજવી રહ્યા હતાં તેમનું થોડા સમય પહેલા દેવ થયા છે. હવે આ શૉનાં સેટ પરથી વધુ એક દુ:ખદ ખબર આવી છે. જેની અસર શૉ પર પડી શકે તેવી સંભાવના છે.

ADVERTISEMENT

  • શૉનાં સેટ પરવધુ એક દુ:ખદ ઘટના
  • એક્ટરના જવાન પુત્રએ ગુમાવ્યો જીવ
  • સોશિયલ મીડિયા થકી લોકોને આપી માહિતી

લોકપ્રિય કૉમેડી શૉ ભાભીજી ઘર પર હૈ નું ભવિષ્ય કેટલું લાંબુ છે તે હવે વિચાર કરવો પડે તેવું નજરે પડી રહ્યું છે. આ શૉમાં એક મહત્વનું પાત્ર છે જીતુ ગુપ્તા. તેમણે હાલમાં જ પોતાના  19 વર્ષીય જવાન પુત્રને ગુમાવ્યા છે. આ માહિતી એક્ટરે પોતે જ પોતાના સોશિયલ મીડિયા થકી લોકોને આપી છે. જેમાં તેમના પુત્ર માટે લોકોએ શ્રદ્ધાંજલી પણ પાઠવી . ડૉક્ટકરનું પાત્ર ભજવી રહ્યાં જીતુ ગુપ્તાનાં 19 વર્ષીય આ પુત્ર આયુષ ઘણાં સમયથી હૉસ્પિટલમાં દાખલ હતો. 

ડૉક્ટરના પુત્રએ ગુમાવ્યો જીવ

ડૉક્ટકરનું પાત્ર ભજવતાં એક્ટર જીતુ ગુપ્તાએ ફેસબુક થકી આ દુ:ખદ ઘટનાની માહિતી લોકો સુધી પહોંચાડી. આ પૉસ્ટમાં તેમણે પુત્ર આયુષનો ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું કે, " હવે મારો બાબુ આયુષ નથી રહ્યો" થોડાં સમય પહેલાં પણ એક્ટર જીતુએ પોતાના પુત્રનો હૉસ્પિટલવાળો ફોટો પૉસ્ટ કર્યો જેને જોઇને પુત્રની સ્થિતી ક્રિટીકલ લાગી રહી હતી.

જીતુ ગુપ્તાને લાગ્યો આગાત

જીતુ ગુપ્તાની દુ:ખદ પોસ્ટને જોયા બાદ સુનીલ પાલે પણ આ પોસ્ટ પોતાના પેજ પર રી-શેર કરી અને ફેન્સને જણાવ્યું કે જીતુ ગુપ્તાના પુત્ર હવે આપણી વચ્ચે નથી રહ્યાં.સુનીલ પાલે પોસ્ટની સાથે કેપ્શન પણ લખ્યું જેમાં RIP, ભાભીજી ઘર પર હૈ ના એક્ટર, મારો ભાઇ જીતુ ગુપ્તાના પુત્ર આયુષ(19 વર્ષ) હવે આપણી વચ્ચે નથી રહ્યાં. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Bhabhi Ji Ghar Par Hai Bollywood Death News દુ:ખદ ભાભીજી ઘર પર હૈ Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ