બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Beware of Online Shopping scams Dont lose money in Diwali sales Top tips

Alert / દિવાળીમાં ઓનલાઈન શોપિંગ કરનારાઓ માટે ખાસ સમાચાર, આ રીતે થઈ રહ્યાં છે ફ્રોડ, જાણી લો નહીંતર પસ્તાશો

Published By: Noor

Last Updated: 04:20 PM, 26 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારે ફેસ્ટિવ સીઝન ચાલી રહી છે અને મોટાભાગની સાઈટ્સ પર સેલ ઓફર કરવામાં આવી રહ્યો છે. એવામાં ફ્રોડ થવાના ચાન્સિસ ખૂબ જ વધી જાય છે.

  • ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે
  • અત્યારે મોટાભાગની સાઈટ્સ પર દિવાળી સેલ ચાલી રહ્યો છે
  • સ્કેમર્સ અત્યારે સક્રિય થઈ ગયા છે

સેલમાં ઈ-કોમર્સ સાઈટ્સ પર ઓછી કિંમતમાં પ્રોડક્ટ્સ વેચવામાં આવે છે, જેનો ફાયદો હવે સ્કેમર્સ ઉઠાવી રહ્યાં છે. રિપોર્ટ્સ અનુસાર તેના માટે ઘણી નકલી વેબસાઈટ્સ બનાવાવમાં આવી છે. આ નકલી વેબસાઈટ્સ પર મોબાઈલ, લેપટોપ્સ, ટીવી અને અન્ય પ્રોડક્ટ્સ ભારે ડિસ્કાઉન્ટ્સ સાથે વેચવાનો દાવો કરવામાં આવે છે. આ ડીલ્સને જોઈને કસ્ટમર ઓનલાઈન પેમેન્ટ કરી દે છે અને તેમના પૈસા સાઈબર ક્રિમિનલ સુધી પહોંચી જાય છે. 

આ નકલી સાઈટ્સને અનેક રીતે પ્રમોટ કરવામાં આવે છે. જેથી ઘણાં લોકો લાલચમાં આવી પૈસા ગુમાવી દે છે. અમુક ટિપ્સને ફોલો કરીને તમે આવી નકલી સાઈટ્સ વિશે જાણી શકો છો અને ઓનલાઈન શોપિંગમાં પૈસા ગુમાવતા બચી શકો છો. 

હમેશાં ઓનલાઈન શોપિંગ પહેલાં ધ્યાન રાખો કે URL https://થી શરૂ થઈ રહી છે કે નહીં. અહીં sનું મતલબ સિક્યોર છે. જ્યારે URLમાં લોક આઈકન પર માઉસને લઈ જશો તો તમને સાઈટનું સિક્યોરિટી લેવલ ખબર પડી જશે. ઓનલાઈન શોપિંગ હમેશાં Amazon, Flipkart, ShopClues, Pepperfry અને અન્ય પોપ્યુલર વેબસાઈટથી જ કરો. 

તમારી એન્ટીવાયરસ ફાયરવોલ અપ ટૂ ડેટ હોવી જોઈએ. કોઈ અજાણી સાઈટ અથવા વ્યક્તિ દ્વારા બતાવવામાં આવેલી એપને ક્યારેય ડાઉનલોડ કરવી નહીં. મેસેજમાં મળેલી કોઈ અજાણી લિંક પર ક્લિક કરવું નહીં. તમારા એકાઉન્ટ પાસવર્ડને સતત ચેન્જ કરતા રહો. તમારી બેંક ડિટેલ્સને કોઈની સાથે ફેસબુક અથવા વોટ્સએપ પર શેર ન કરો.

સંકળાયેલા મુદ્દાઓ

Beware Online Shopping Scams alert

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ