ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / PG ગર્લ મર્ડર, સહેલીના બોયફ્રેન્ડે ગળું કાપીને કરી કૃતિની ઘાતકી હત્યા, હેરાનીભર્યું કારણ

PGમાં કંપાવનારું મર્ડર / PG ગર્લ મર્ડર, સહેલીના બોયફ્રેન્ડે ગળું કાપીને કરી કૃતિની ઘાતકી હત્યા, હેરાનીભર્યું કારણ

Last Updated: 05:20 PM, 27 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગ્લુરુના પોશ એરિયામાં આવેલા એક પીજીમાં કૃતિના મર્ડરમાં સનસનીખેજ ખુલાસો થયો છે.

ADVERTISEMENT

બેંગલુરુમાં પેઈંગ ગેસ્ટ રૂમમાં 24 વર્ષની યુવતી કૃતિના મર્ડરનો આરોપી ઝડપાઈ ગયો છે. પોલીસે ભોપાલમાંથી તેની ધરપકડ કરી છે. આરોપી અભિષેકે ઈર્ષા અને ઝગડામાં કૃતિની પીજીમાં જઈને ઘાતકી હત્યા કરી નાખી હતી.

કેમ કરી કૃતિની હત્યા

આરોપી અભિષેક કૃતિની સહેલીનો ફ્રેન્ડ છે. એવો ખુલાસો થયો છે કે કૃતિની સહેલી અને તેના બોયફ્રેન્ડ વચ્ચે બેરોજગારી અને પૈસાને કારણે અવારનવાર ઝઘડા થતા હતા. ઘણી વખત કૃતિ પણ તેમની ઝઘડામાં સામેલ થઈ જતી આ પછી કૃતિ અને તેની સહેલીએ અભિષેકને ટાળવા લાગ્યાં હતા અને તેની સાથે બોલાચાલીનો વ્યવહાર બંધ કર્યો હતો અને તેનો ફોન પણ ઉપાડતા નહોતા. કૃતિએ તેની સહેલીને બીજા પીજીમાં શિફ્ટ કરાવી હતી અને આ જ કારણે તેણે કૃતિની હત્યા કરવાનું નક્કી કર્યું.

કેવી રીતે કરી કૃતિની હત્યા

સીસીટીવીમાં હત્યાનો વિડીયો પણ વાયરલ થયો છે જેમાં કૃતિ આરોપીની ચૂંગાલમાંથી છટકવાની કોશિશ કરી રહેલી દેખાય છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે આરોપી લાંબા સમય સુધી પેઈંગ ગેસ્ટના કોરિડોરમાં ફરતો રહ્યો. આ પછી તે કૃતિના રૂમ તરફ જાય છે. તેના હાથમાં પ્લાસ્ટિકની થેલી હતી. આરોપી અભિષેક દરવાજો ખખડાવે છે અને પછી રૂમમાં જાય છે. થોડા સમય પછી તે કૃતિને ખેંચીને બહાર લઈ જાય છે. આરોપીના હાથમાં છરી હતી અને તેણે કૃતિનું ગળું કાપી નાખ્યું હતું. તે કૃતિ પર વારંવાર છરી વડે હુમલો કરે છે. કૃતિ પડ્યા પછી તે ફરી હુમલો કરે છે. તે કૃતિને તેના વાળથી પકડી રાખે છે અને તેને છરી વડે મારતો રહે છે. તે તેને છોડી દે છે અને જુએ છે કે તેના શ્વાસ ચાલું છે કે નહીં ત્યાર બાદ છેલ્લી વાર છરી ગળા પર ફેરવીને ફરાર થઈ જાય છે.

અભિષેકના જીવલેણ હુમલા બાદ કૃતિ લોહીથી લથપથ

અભિષેકના જીવલેણ હુમલા બાદ કૃતિ લોહીથી લથપથ ફ્લોર પર પડી હતી. આ પછી પીજીમાંથી એક મહિલા દોડતી આવે છે અને ફોનમાંથી પોલીસનો નંબર ડાયલ કરે છે અને હોસ્પિટલ લઈ જવાતાં તેનું મોત થયું હતું.

વધુ વાંચો : VIDEO : સોશિયલ ઈન્ફ્લ્યુએન્સર ગર્લનો અશ્લિલ વીડિયો વાયરલ, છોકરા સાથે વાંધાજનક સ્થિતિમાં

કોણ છે કૃતિ અને અભિષેક

મૃતક કૃતિ કુમારી બિહારની રહેવાસી હતી અને બેંગલુરુમાં એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી. આરોપી મધ્યપ્રદેશનો રહેવાસી છે. તેણે નોકરી છોડી દીધી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bengaluru PG girl murder PG girl murder Bengaluru PG murder
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ