બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / BAPS temple and pramukh swami maharaj 100th birth anniversary celebration in california
ADVERTISEMENT
કેલિફોર્નિયામાં BAPS મંદિરની 10મી વર્ષગાંઠ અને પ્રમુખસ્વામી મહારાજની 100મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં શાનદાર ઉજવણી થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ અને મૂળ ભારતીયો જોડાયા હતા. કાર્યક્રમમાં એક જ કલાકમાં NRI દ્વારા 6 કરોડનું દાન એકત્રિત થયું હતું.

ADVERTISEMENT
લેસર શોના માધ્યમથી પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર પર પ્રકાશ પડાયો
BAPSના લોસ એન્જલસમાં યોજાયેલા કાર્યક્રમમાં ભવ્ય લેસર શોના માધ્યમથી પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. જેમાં બિનનિવાસી ભારતીયો પણ કાર્યક્રમમાં જાડાયા હતા. કેલિફોર્નિયામાં બીએપીએસ મંદિરની 10મી એનિવર્સરી અને પ્રમુખ સ્વામી મહારાજની 100મી જન્મજયંતિ નિમિત્તે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. તેમાં બિનનિવાસી ભારતીયો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
ADVERTISEMENT

આ કાર્યક્રમમાં ચીનો હિલ્સ BAPS મંદિરના કો-ઓર્ડિનેટર તેમજ લોસ એન્જલસના કાઉન્સિલ વિમેન યંગ કિમ અને કિમ કર સહિતના બીજા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યાં હતા. સિનોહીલ્સ સ્વામિનારાયણ મંદિરના ઉપક્રમે સિનોહીલ્સ કેલિફોર્નિયા ખાતે ભારતીયોની મદદ અને સેવા માટે ડોનેશન ઍકત્રિત કરી શકાય તે માટે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT

માત્ર 1 કલાકમાં જ 6 લાખ ડોલરનું માતબર દાન ભેગું કરાયું
ADVERTISEMENT
BAPS સિનોહીલ્સ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ડોકટર્સ, એન્જિનિયર્સ અને બિનનિવાસી ભારતીય સમુદાયની દિગ્ગજ હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. તેમજ માત્ર 1 કલાકમાં જ 6 લાખ ડોલરનું માતબર દાન ભેગું કરી નાખ્યું હતું. આ દાન એકત્ર કરવામાં ઓરેન્જ કાઉન્ટીમાં લોકપ્રિય નેતાઓમાંના એક એવાં કાઉન્સિલ વુમન અને સેનેટર કિમ કર પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.