ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / PSLમાં બોલ ટેમ્પરિંગનો વિવાદ, 19 મી ઓવરમાં થયો હતો ખેલ

ક્રિકેટ / PSLમાં બોલ ટેમ્પરિંગનો વિવાદ, 19 મી ઓવરમાં થયો હતો ખેલ

Published By: Nirav Kumar

Last Updated: 04:15 PM, 30 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનની લીગ ટુર્નામેન્ટ PSLમાં બોલ ટેમ્પરિંગનો વિવાદ સામે આવ્યો છે. જેમાં બીજી ઇનિંગની 19મી ઓવર વખતે આ ખેલ પાડવામાં આવ્યો હોવાનો આરોપ છે.

ADVERTISEMENT

પાકિસ્તાન સુપર લીગ (PSL) માં એક હાઇ-વોલ્ટેજ મેચ બાદ એક ઘટના હેડલાઇન્સ મેળવી રહી છે. જેમાં પાકિસ્તાની ઓપનર ફખર ઝમાને પીએસએલમાં થયેલા વિવાદ બાદ બોલ ટેમ્પરિંગના આરોપોને નકારી કાઢ્યા છે. આ મામલો લાહોર કલંદર્સ અને કરાચી કિંગ્સ વચ્ચેની મેચ દરમિયાન થયો હતો.

ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી મેચ બાદ વિવાદ સર્જાયો છે. જેમાં રવિવારે રાત્રે મેચ રેફરી રોશન મહાનામાએ 35 વર્ષીય ફખર ઝમાન પર PSLની આચાર સંહિતાના કલમ 2.14 હેઠળ લેવલ 3 નો આરોપ લગાવ્યો હતો. જે આરોપ બોલ ટેમ્પરિંગ કરવા સાથે સીધો સંબંધ ધરાવે છે.

  •  શું છે મામલો?
    આ હાઇ-વોલ્ટેજ પાકિસ્તાન સુપર લીગ મેચમાં કરાચી કિંગ્સે ત્રણ બોલ બાકી રાખીને જીત મેળવી હતી, પરંતુ અસલી કહાની અંતિમ ઓવર પહેલા જ ઉદ્ભવેલા વિવાદની હતી. જેમાં બીજી ઇનિંગની 19 ઓવર પુરી થયા બાદ મેચમાં અચાનક નાટકીય પરિવર્તન આવ્યું હતું. લાહોર કલંદર્સને છેલ્લી ઓવરમાં 14 રન ડિફેન્ડ કરવાના હતા અને હરિસ રઉફ બોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ અને ફખર ઝમાન વચ્ચે રન-અપ નજીક એક નાની વાતચીત થઈ હતી જે દરમિયાન ત્રણેય પ્લેયર્સ બોલને સ્પર્શ કર્યો હતો.

જેથી મેદાન પરના અમ્પાયર ફૈઝલ આફ્રિદીને આ બાબત શંકાસ્પદ લાગી હતી. આથી તેમને તરત જ બોલની તપાસ કરાવી હતી. જેમાં સરફરાઝ ઉદ્ધવલા સાથે લાંબી ચર્ચા બાદ અમ્પાયરોએ ચુકાદો આપ્યો કે કલંદર્સે ઇરાદાપૂર્વક બોલની સ્થિતિ બદલી છે. આથી કરાચી કિંગ્સને પાંચ પેનલ્ટી રન આપવામાં આવ્યા હતા અને બોલ તરત જ બદલવામાં આવ્યો. આનાથી છેલ્લી ઓવરમાં ટાર્ગેટ 14 રનથી ઘટાડીને નવ રન થઈ ગયો હતો, જેનાથી મેચ બદલાઈ ગઈ હતી.

vtv app promotion

ખુશદિલ શાહ છેલ્લી ઓવરના પહેલા જ બોલ પર આઉટ થયો હતો અને એક વાઈડ બોલે પ્રેશર વધાર્યું હતું. ત્યાર બાદ અબ્બાસ આફ્રિદીએ એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકારીને કરાચીને રોમાંચક વિજય અપાવ્યો હતો.

આ મેચ બાદ શાહીન આફ્રિદી આ નિર્ણયથી નારાજ દેખાયો હતો, પરંતુ વધુ વિવાદ ટાળતા કહ્યું હતું કે, "મને ખબર નથી કે બોલ ટેમ્પરિંગ થયું છે કે નહીં. અમે વીડિયો જોયા બાદ તેની ચર્ચા કરીશું. 5 રનની પેનલ્ટી ચુભે છે પરંતુ અત્યારે કંઈ કહેવું યોગ્ય નથી."

વધુ વાંચો : ગ્રીને કેમ ન કરી બોલિંગ?, રહાણેએ કહ્યું- આનો જવાબ ઓસ્ટ્રેલિયા આપશે

  • આગળ શું થઇ શકે?

સુનાવણી દરમિયાન ફખર ઝમાને ખુદને નિર્દોષ ગણાવ્યો. પરંતુ મામલો હજુ પૂરો થયો નથી. મેચ રેફરી આગામી 48 કલાકમાં ફરીથી સુનાવણી કરશે જેના બાદ નિર્ણય લેવામાં આવશે. જો આરોપો સાબિત થાય  તો માત્ર ફખર ઝમાન જ નહીં પરંતુ સમગ્ર લાહોર કલંદર્સ ટીમને કડક કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PSL Fakhar Zaman Ball Tampering

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ