બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Bajrang Punia Bronze wins at World Wrestling Championships India completes two medals

વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ / કુસ્તીબાજ બજરંગ પુનિયાનો ડંકો: વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં જીત્યો બ્રોન્ઝ, ભારતે કુલ બે મેડલ કર્યા કબજે

Kishor

Last Updated: 12:04 AM, 19 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુસ્તીબાજ બજરંગ પુનિયાએ 11-9થી વિરોધીને હારવી બ્રોન્ઝ જીત્યો છે. સાથે જ ભારતને બે મેડલ મળ્યા છે.

  • બજરંગ પુનિયાએ બ્રોન્ઝ જીત્યો
  • ભારતે બે મેડલ સાથે અભિયાનનો અંત કર્યો
  • બજરંગ પુનિયાએ જબરદસ્ત વાપસી કરી હતી

વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા અને 2022 કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ કુસ્તીબાજ બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.  આ ચેમ્પિયનશિપમાં ભારતનો આ બીજો મેડલ હતો.  આ અગાઉ વિનેશ ફોગાટે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. જ્યારે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બજરંગ પુનિયાનો આ ચોથો મેડલ છે. બજરંગે 2013માં બ્રોન્ઝ, 2018માં સિલ્વર અને 2019માં ફરીથી બ્રોન્ઝ જીત્યો હતો. બજરંગ પુનિયા આ વૈશ્વિક ઈવેન્ટમાં ચાર મેડલ જીતનાર એકમાત્ર ભારતીય કુસ્તીબાજ છે.
 
બજરંગ પુનિયાએ બ્રોન્ઝ જીત્યો
બજરંગ પુનિયાએ 65 કિલો વર્ગમાં બ્રોન્ઝ મેડલ સ્પર્ધામાં પ્યુર્ટો રિકોના સેબેસ્ટિયન રિવેરાને 11-9થી હરાવ્યો હતો.  એટલું જ નહિ અગાઉ ક્વાર્ટર ફાઇનલમાં યુએસએના જોન ડાયકોમિહાલિસ સામે  બજરંગને પરાજય મળ્યો હતો. ત્યારબાદ બજરંગ બ્રોન્ઝ મેડલ મેચ સુધી પહોંચ્યો હતો અને અંતે તેમાં જીત પણ મેળવી છે.
 
બજરંગ પુનિયાએ જબરદસ્ત વાપસી કરી હતી
બજરંગે શરૂઆત તેની પ્રથમ મેચમાં માથામાં ઈજા સાથે કરી હતી.  આખી ટુર્નામેન્ટમાં તેની કોઈ આકર્ષિત રમત ન હતી પરંતુ અંતના સમયઆ વિરોધીઓને પરાજિત કરવામાં અને ભારત માટે મેડલ જીતવા માટે તેનો યશસ્વી અનુભવ કામ લાગ્યો હતો.  ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલિસ્ટ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલ પ્લેઓફ મેચમાં 6-0થી પાછળ હતો. ત્યારબાદ બજરંગે જબરદસ્ત વાપસી કરી હતી અને 11-9થી જીત મેળવી હતી.  મહત્વનું છે કે અગાઉ નિશા દહિયા (68 કિગ્રા), સાગર જગલાન (74 કિગ્રા) અને નવીન મલિક (70 કિગ્રા) બ્રોન્ઝ મેડલની નજીક આવ્યા હતા પરંતુ તેઓ પોતપોતાના મેડલ ગુમાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભારતે ગેકો-રોમન, ફ્રી સ્ટાઇલ અને મહિલા કુસ્તીની ત્રીસ કેટેગરીમાં ચેમ્પિયનશિપ માટે કુલ ત્રીસ કુસ્તીબાજોને મોકલ્યા અને માત્ર બે મેડલ જીત્યા છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ