બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
નવેમ્બરમાં તમામ કંપનીઓમાં વેચાણ ઘટ્યું
ADVERTISEMENT
ઓટો ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી કંપની મારુતિ સુઝુકીએ નવેમ્બરમાં ૧,૩૯,૧૩૩ ગાડીઓનું વેચાણ કર્યું હતું, જે એક વર્ષ પહેલાંના નવેમ્બરની તુલનાએ ૩.૩ ટકાનો ઘટાડો દર્શાવે છે. નવેમ્બર-૨૦૧૮માં મારુતિની ૧,૪૩,૮૯૦ ગાડીઓ વેચાઇ હતી.
ટાટા મોટર્સનાં વાહનોના વેચાણમાં પણ ૨૫.૩૨ ટકાનો ઘટાડો થઇને વેચાણ ૪૧,૧૨૪ યુનિટ પર આવી ગયું છે, જે ગઇ સાલ નવેમ્બરમાં ૫૫,૦૭૪ યુનિટનું વેચાણ થયું હતું. આ દરમિયાન ટાટા મોટર્સનું ઘરેલુ વેચાણ ગઇ સાલના ૫૦,૪૭૦ યુનિટની તુલનાએ ૨૫ ટકા ઘટીને ૩૮,૦૫૭ યુનિટ પર આવી ગયું છે.
ADVERTISEMENT
હોન્ડા કાર્સ ઇન્ડિયા લિ.નું ઘરેલુ વેચાણ નવેમ્બર મહિનામાં ૫૦.૩૩ ટકા ઘટીને ૬,૪૫૯ યુનિટ પર આવી ગયું છે. કંપનીએ ગઇ સાલ નવેમ્બરમાં ઘરેલુ બજારમાં ૧૩,૦૦૦ વાહનોનું વેચાણ કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.